Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

વડોદરામાં મધ્યરાત્રીએ ઘરે પહોંચેલા દીકરાના ત્રાસથી કંટાળી પિતાએ દરવાજો ન ખોલતા ઉશ્કેરાયેલ પુત્રનો પિતા પર જીવલેણ હુમલો

વડોદરા: મોડીરાત્રે ત્રણ વાગ્યે ઘરે પહોંચેલા દીકરાના ત્રાસથી કંટાળી પિતાએ દરવાજો ન ખોલતા ઉશ્કેરાયેલા દીકરાએ પિતાના મોઢે છૂટો પથ્થર મારી દાંત તોડી નાખ્યાની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આજવા રોડ ખાતે ધનાની પાર્ક સોસાયટીમાં રહેતા 63 વર્ષીય મોહમ્મદ હુસૈન સૈયદ એ ફરિયાદ નોંધાવી હતી કે, 3 સપ્ટેમ્બર ના રોજ પરિવાર જમી પરવારી જમી પરવારી સુઈ ગયો હતો. રાત્રે 3:00 વાગ્યા ના સુમારે મારા દીકરા ગુલામ મોઇનુદ્દીન સુફિયાનએ દરવાજો ખખડાવતા હું એ ખોલ્યો ન હતો. જેથી તેણે ગુસ્સામાં આવી દરવાજા ઉપર લાતો અને પથ્થર માર્યા હતા. ત્યારબાદ હું એ દરવાજો ખોલતા એકદમ ઉશ્કેરાઈ જઈ તેણે મારા મોઢા ઉપર પથ્થર માર્યો હતો. જેમાં ત્રણ દાંત હલી ગયા છે અને એક દાંત તૂટી ગયો છે. તે સમયે પુત્ર હોવાના નાતે સુધરી જશે તેવી આશે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે ત્યારબાદ આજ દિન સુધી સતત રખડ્યા કરે છે અને મોડી રાત્રે ઘરે આવી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપે છે.

(5:18 pm IST)