Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સુરતના દેવધ ગામ નજીક પ્રેમીને બંધક બનાવી 27 વર્ષીય યુવતી સાથે ગેંગરેપની ઘટનામાં પ્રેમી હજુ સુધી ફરાર

સુરત, : સુરતના દેવધ ગામ પાસે રવિવારે રાત્રે પ્રેમીને બંધક બનાવી તેની નજર સામે જ 27 વર્ષની યુવતી સાથે ગેંગરેપની ઘટનામાં બનાવ બાદ ગભરાઈને વતન ઉના ભાગી ગયેલા યુવતીના પ્રેમીનો પોલીસે સંપર્ક કરતા તે સુરત આવવા નીકળ્યો હતો.જોકે, તે હજુ સુધી પોલીસ સુધી પહોંચ્યો નથી.દરમિયાન, પીડિત યુવતી પણ નિવેદન બદલ્યા કરતી હોય પોલીસ મૂંઝવણમાં મુકાઈ છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના દેવધ ગામ પાસે રવિવારે રાત્રે પ્રેમી સાથે બેસેલી 27 વર્ષની પરપ્રાંતીય યુવતી સાથે પ્રેમીની નજર સામે જ ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવી હતી. પાંચ યુવાનો તેના પ્રેમીને બંધક બનાવી નજીકના કેળના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યા બાદ યુવતી અને તેના પ્રેમીનો મોબાઈલ ફોન પણ બળજબરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે યુવતીએ પ્રેમીનું નામ નહીં આવે તે માટે લીંબાયત પોલીસમાં બનાવની ખોટી માહિતી આપી હતી. જોકે, સીસીટીવી ફુટેજમાં હકીકત બહાર આવતા પુણા પોલીસે ગુનો નોંધ્યો હતો.પૂણા પોલીસે બનાવની વધુ વિગતો મેળવવા તે સમયે યુવતી સાથે હાજર તેના પ્રેમી ગોપાલ બાંભણીયાને શોધ્યો હતો.પણ તે ગાયબ થઈ ગયો હતો.

(5:18 pm IST)