Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

બેન્‍કે ભૂલમાં કરોડો રૂા. ખાતામાં જમા આપ્‍યાઃ યુવકે શેરમાં રોકાણ કરી લાખો કમાઇ લીધા

ગજબનાકનો ગુજરાતી !!

અમદાવાદ : ૨૬ જુલાઇના રોજ સવારના ૧૧:૩૦ કલાકે રમેશભાઇ સગર નામની વ્‍યકિતના એકાઉન્‍ટમાં ભૂલથી ૧૧૬૭૭ કરોડ જમા થઇ ગયા હતા. પોતાના કોટક સિક્‍યુરિટી ડિમેટ એકાઉન્‍ટમાં આ રૂપિયા જમા થઇ ગયા હતા. ત્‍યારે આ વ્‍યકિતના મનમાં એમ વિચાર આવ્‍યો કે મારા એકાઉન્‍ટમાં તો આ રૂપિયા થોડા ટાઇમ માટે જ આવ્‍યા છે. તો બેંક આ રૂપિયા પરત લઇ લેશે. આથી તેણે માત્ર અડધો કલાક માટે જ ૧૧૬૭૭ કરોડમાંથી ૨ કરોડ જેટલી રકમ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કરી. નિફટી અને બેંક નિફટીમાં રૂા. ૨ કરોડનું રોકાણ કર્યુ હતુ. જેમાથી ૫:૪૩ લાખ જેટલો પ્રોફિટ તેને ૧ કલાકની અંદર મેળવી લીધો. કારણ કે તેને ખબર જ હતી કે પૈસા બેંકના છે તો બેંક પરત લઇ જ લેશે.
આ અંગે રમેશભાઇ સગરનું કહેવું છે કે, મે  ખાતામાં જમા થયેલી કુલ રકમમાંથી લગભગ ૨ કરોડ રૂપિયા  બેન્‍ક નિફટી કોલ-પુટમાં ટ્રેડિંગ કર્યુ હતું.  એ વખતે  રૂપિયા શેરમાર્કેટમાં લગાવ્‍યા ત્‍યારે મે નુકસાનીનો વિચાર કર્યો હતો. પરંતુ શેરમાર્કેટનુ નોલેજ હતુ એટલે વધુ પડતી બીક ના લાગી. મને આઇડીયા હતો જ કે માર્કેટ આ રીતે જ ચાલશે. મે સપને પણ વિચાર્યુ નહોતું કે એકાએક મને ૫.૪૩ લાખ રૂપિયાનો પ્રોફિટ મળશે. બાદમાં નફો થતા મને સારુ લાગ્‍યું. આ ઘટના હવે તો ઘણી જાહેર થઇ ગઇ છે.
મારી આ ઘટના અંગે જયારે આસપાસના મિત્રોને જાણ જઇ કે તુરંત પાર્ટી માંગવા માટે બધાના મને ફોન આવવા લાગ્‍યા કે ‘ભાઇ, પાર્ટી જોઇશે.'
આ રમેશભાઇ અમદાવાદના બાપુનગરમાં રહે છે અને તેઓની પોતાની એમ્‍બ્રોઇડરીની દુકાન પણ ઘરની નજીક જ આવેલી છે. તેમની દુકાન બિલકુલ સામાન્‍ય છે તેમને મહિને લગભગ ૫૦ હજારેક રૂપિયા જેવું તેમાંથી મળી રહે છે. પરંતુ એ આવક માત્ર ૨-૩ મહિના જ હોય છે, પછી પાછું તેઓએ બેસી રહેવાનો વારો આવે છે. એટલે વધારાની આવક માટે સાઇડમાં તેઓ શેરબજારનું કરે છે.(

 

(4:44 pm IST)