Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ખેડબ્રહ્મા ૬ ઇંચ, નવસારી અને મોડાસા ૩.૫ ઈંચ, વાપીમાં ૩ ઇંચ ભારે વરસાદથી જળબંબાકાર

રાજ્‍યભરમાં ભાદરવા માસમાં અષાઢી માહોલ સર્જતા મેઘરાજા ૩૩ જીલ્લાના ૨૦૫ તાલુકાઓમાં ૧૫૫ મીમી સુધીનો ભારે વરસાદ : સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલકાતા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈએ આરતી ઉતારી નર્મદા નીરના કર્યા વધામણાઃ ઉકાઈ ડેમની જળસપાટી સતત વધીને ૩૪૧ ફૂટને પાર

(જીતેન્‍દ્ર રૂપારેલીયા-વાપી): ચોમાસાની આ સીઝનમાં મેઘરાજા હાલમાં ભાદરવા માસના પવિત્ર પિતૃ પક્ષ દરમ્‍યાન રાજ્‍યભરમાં અષાઢી માહોલ સર્જતા ૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે કેટલાય વિસ્‍તારોમાં જળબંબાકાર  સ્‍થિતી સર્જાયેલ છે અત્‍યાર સુધીમાં રાજ્‍યમાં સીઝનનો કુલ શરેરાશ વરસાદ ૧૧૩.૧૪ ફૂટ નોંધાયો છે છેલ્લા ૨૪ કલાક માં રાજ્‍યના ૩૩ જીલ્લાના  ૨૦૫ તાલુકાઓમાં ૧મીમી થી ૧૫૫મીમી સુધીનો ભારે વરસાદ નોંધાયેલ છે.
ભારે વરસાદને પગલે રાજ્‍યના બંધો અને જળાશયોની જળસપાટીઓમાં સતત વધારો નોંધાય રહ્યો છે જેમાં સરદાર સરોવર ડેમ માં ૩.૧૮ લાખ કયુસેક પાણીની આવક ને પગલે આ સીઝનમાં આ ડેમ પ્રથમ વખત છલકાતામુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ એ નર્મદા નીર ના આરતી ઉતારી વધામણા કર્યા છે આજે સવારે ડેમ ની મહત્તમ સપાટી  સવારે ૬ કલાકે  ૧૩૮.૬૮ મીટરે પોહોંચી છે નર્મદા ડેમના દસ દરવાજા ખોલવાની વહીવટી તંત્રને ફરજ પડી છે.
જયારે દક્ષીણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટી પણ હથનુર ડેમ માં થી છોડતા પાણીને પગલે સતત વધી રહી છે આજે સવારે ૮ કલાકે ડેમની જળસપાટી સતત વધીને ૩૪૧.૩૯ ફૂટે પોહોંચી છે ડેમમાં ૧,૪૪,૭૪૫ કયુસેક પાણીના ઇન્‍ફ્‌લો સામે એટલુજ એટલે કે ૧,૪૪,૭૪૫ કયુસેક પાણી છોડાય રહ્યું છે જેને પગલે તાપી ફરી બે કાંઠે વહેતી થઇ છે. આજે સવારે ૮ કલાકે કોઝવેની જળસપાટી સતત વધીને ૮.૩૮ મીટરે પોહોંચી છે અહી થી ૧,૫૪,૬૨૭ કયુસેક પાણી છોડાય રહ્યું છે. સામાન્‍ય રીતે ભાદરવા માસમાં આકરો તાપ હોઈ અને વરસાદનું પ્રમાણ ઓછુ હોય પરંતુ આ સીઝનમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસી રહ્યા છે કહેવાય છે કે હવે ઉભા પાક ને વરસાદની નહિ પરંતુ વરાપની જરૂર છે નહીતર પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે .
ફલડકંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ખેડબ્રહ્મા ૧૫૫ મીમી,નવસારી ૮૩ મીમી,મોડાસા ૮૨ મીમી, વાપી ૭૭ મીમી,રાપર ૬૭મીમી, મહુવા ૬૬ મીમી, પારડી અને વિજયનગર ૬૫-૬૫ મીમી,ભિલોડા ૬૩ મીમી,અબડાસા ૬૨ મીમી,બાયડ ૬૧ મીમી,વલસાડ અને બોટાદ ૬૦-૬૦ મીમી,ડીસા ૫૮ મીમી,ખેરગામ ૫૭ મીમી, ઇડર ૫૪ મીમી વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત જલાલપોર ,વાલોડ  અને વડાલી ૪૭-૪૭ મીમી,ચીખલી ૪૩ મીમી,જમ્‍બુસર ૪૦ મીમી,ગણદેવી અને વીરપુર ૩૯ મીમી,ધરમપુર અને પાલનપુર ૩૮-૩૮ મીમી,દેગામ અને સુઈગામ ૩૭-૩૭ મીમી,ઉમરગામ ૩૫ મીમી,મેઘરજ અને પ્રાંતિજ ૩૪-૩૪ મીમી, બારડોલી, માલપુર અને કલોલ ૩૩-૩૩મીમી, કપરાડા અને ગાંધીનગર ૩૨-૩૨મીમી, અંજાર,કરજણ,મહુધા,હિંમતનગર અને રાધનપુર ૩૧-૩૧ મીમી, સુરત સીટી, પલસાણા અને થરાદ ૩૦-૩૦મીમી, હાંસોટ,ઉમરપાડા,ભાભર ૨૯-૨૯ મીમી,મહેસાણા ૨૮ મીમી, કપડવંજ ૨૬મીમી, ભચાઉ અને હાલોલ ૨૫-૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.
આ ઉપરાંત રાજ્‍યના ૧૩૪ તાલુકાઓમાં ૧ મીમીથી ૨૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે આ લખાય રહ્યું છે ત્‍યારે કે એટલે કે સવારે ૧૦ -૩૦ કલાકે સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારો તેમજ દક્ષિણ ગુજરાત પંથક પર હેત વરસાવી રહ્યા છે.

 

(3:51 pm IST)