Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી નાગરીકો માટે અમદાવાદમાં બનાવશે

લેબોરેટરીઃ લોકો વ્‍યાજબી ભાવે કરાવી શકશે ખાદ્ય પદાર્થોનું ટેસ્‍ટીંગ : હવે કોર્પોરેશન ચેકીંગ કરાવે તેની રાહ નહીં જોવી પડે

અમદાવાદ, તા.૧૫: આગામી તહેવારોની સીઝન દરમ્‍યાન ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી ચિંતિત છો ? હવે તમારે કોર્પોરેશનના અધિકારીઓ ચેકીંગ કરે તેના માટે રાહ જોવાની જરૂર નહી પડે. હવે નાગરિકો પોતાના ખાદ્ય પદાર્થો ફોરેન્‍સીક નિષ્‍ણાંતો પાસે ચેક કરાવી શકશે કેમ કે નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી (એનએફએસયુ) ટુંક સમયમાં ફુડ ટેસ્‍ટીંગ લેબોરેટરીઓ શરૂ કરવાની છે. કોઇ પણ વ્‍યકિત પોતાના ખાદ્ય પદાર્થો ફોરેન્‍સીક નિષ્‍ણાંતો પાસે ચેક કરાવી શકશે કેમ કે નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી (એનએફએસયુ) ટુંક સમયમાં ફુડ ટેસ્‍ટીંગ લેબોરેટરીઓ શરૂ કરવાની છે. કોઇ પણ વ્‍યકિત પોતાના ખાદ્ય સેમ્‍પલો ત્‍યાં જઇને વ્‍યાજબી ફી ચૂકવીને ટેસ્‍ટીંગ કરાવી શકશે.

આ લેબોરેટરી એવા સમયે આવી રહી છે જયારે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ એવા તબક્કે પહોંચી છે, જે નિષ્‍ણાંતોની મદદ વગર ઓળખાવી મુશ્‍કેલ છે. ભેળસેળ ઉપરાંત એકસ્‍પાયરી ડેટના ખાદ્ય પદાર્થોને ફરીથી બનાવીને પણ વેચાય છે.

અત્‍યારે નાગરિકો માટે ફુડ સેમ્‍પલોને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ફુડ લેબોરેટરીમાં ટેસ્‍ટીંગ કરાવવાનો વિકલ્‍પ છે પણ ટેસ્‍ટીંગના રિઝલ્‍ટ આવવામાં લાંબો સમય લાગતો હોવાથી ભેળસેળીયાઓ સામે કાર્યવાહીની શકયતાઓ ઘટી જાય છે.

એનએફએસયુ દ્વારા વિકસાવાઇ રહેલ લેબોરેટરી આધુનિક ઉપકરણોથી સજ્જ હશે જે ખાદ્ય પદાર્થોનું ઉંડાણપૂર્વક ટેસ્‍ટીંગ કરી શકશે. આ લેબોરેટરી ઓકટોબરમાં ચાલુ થઇ જશે.

લેબોરેટરીમાં ટેસ્‍ટીંગ કરાવવા ઇચ્‍છતા નાગરીકે કયુઆર કોડવાળા ફોર્મના કયુઆર કોડ સ્‍ક્‍ેન કરીને ફોર્મ ભરીને સેમ્‍પલ આપવાનું રહેશે. લેબોરેટરી સેમ્‍પલનો ટેસ્‍ટ કરીને જ તે સેમ્‍પલની વિગતો તેને જણાવશે. યુનિવર્સિટી આના માટે અમદાવાદમાં ત્રણ કલેકશન સેન્‍ટરો ચાલુ કરશે. લેબોરેટરીમાં એક ઝીલ્‍કો સ્‍કેન મશીન હશે જે સીન્‍થેટીક દૂધ છે કે નહીં તે ચેક કરશે અને દૂધમાં રહેલ પ્રોટીન અને લેકટોઝનું પ્રમાણ જણાવશે. એક રેપીડ ડીટેકશન કીટ દ્વારા અનાજમાં રહેલ ઝેરી પદાર્થો, યુરીક એસીડની જાણ થશે. એક હાઇ પર્ફોર્મન્‍સ લીકવીડ ક્રોમેટોગ્રાફી મશીન દ્વારા કેમીકલ ટેસ્‍ટ થઇ શકશે. ઓકસીમીટર ટેસ્‍ટ દ્વારા ખાદ્ય પદાર્થનું આયુષ્‍ય જાણી શકાશે. અને એનેલાઇઝરથી પ્રોટીન, ફાઇબર અને ચરબીનું પ્રમાણ જાણી શકાશે.

(3:50 pm IST)