Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

આવતા બુધવારથી બે દિ' વિધાનસભા સત્ર

અમુક વિધેયકો રજુ થશે : નવી સરકારે તુરત બજેટ બેઠકો શરૂ કરવી પડશે

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૫ : ચૌદમી ગુજરાત વિધાનસભાનું આખરી સત્ર આગામી તા. ૨૧મીથી રોજ બે દિવસ માટે મળી રહ્યું છે. આ સત્રમાં સરકારી વિધેયકો રજુ થનાર છે. આ સરકારી વિધેયકો સત્તાધારી પક્ષ પાસે બહુમતી હોવાથી મંજુર કરવામાં આવશે.
આ સત્રના આગલા દિવસે બે મુખ્‍ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાના પક્ષના સભ્‍યોની અગત્‍યની બેઠકો બોલાવનાર છે. આ બેઠકમાં આ અંતિમ સત્રની રણનીતિ માટે મળશે અને જરૂરી ચર્ચા પરામર્શ કરશે.
આગામી ડિસેમ્‍બરમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કઇ સરકાર બને છે તે જોવાનું રહ્યું અને ત્‍યારબાદ આવનાર વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટની તૈયારીઓ થશે. સંભવત ડીસેમ્‍બર ઉતરાર્ધમાં નવી સરકારની રચના પછી તુરંત બજેઠ બેઠકોનો દોર શરૂ થશે.

 

(3:36 pm IST)