Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકઃ કોરોના ટેસ્‍ટ બાદ ધરપકડ કરવામાં આવશે

૩૫૦ કરોડ જેટલા ફંડ ટ્રાન્‍સફરમાં ગોટાળા હોવાના આરોપની ચર્ચા, રાજકીય અને સહકારી જગતમાં મોટો ખળભળાટ

રાજકોટ, તા.૧૫: ગુજરાતના પૂર્વ ગળહ મંત્રી અને સહકારી અગ્રણી વિપુલ ચૌધરીની ગાંધીનગર એકમ હેઠળના મહેસાણા એસીબી દ્વારા અટક કરવામાં આવી છે, સૂત્રોમાંથી મળતા નિર્દેશ મુજબ એસીબી દ્વારા તેમના કોરોના ટેસ્‍ટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ મળ્‍યા બાદ વિધિસર ધરપકડ કરવામાં આવશે તેમ સૂત્રો જણાવે છે.                                                

અત્રે યાદ રહે કે સહકારી અગ્રણી વિપુલ ચૌધરી સામે દૂધ સાગર ડેરી સાથે જોડાયેલ ચોક્કસ ખાનગી સંસ્‍થામાં ફંડ ટ્રાન્‍સફર કરી ગેર રિતી આચરી હોવાના આરોપસર એ.સી.બી. દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.વિધાન સભા ચૂંટણી સમયે જ આવા નિર્ણયથી રાજકીય અને સહકારી જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે, આ મામલે ૩૫૦ કરોડ જેટલું કૌભાંડ હોવાની આશંકા હોવાની ચર્ચા છે.

(1:38 pm IST)