Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

સરદાર સરોવર ડેમ છલકાયો :મુખ્યમંત્રી મા નર્મદાના નીરનાં કરશે વધામણાં : શાસ્ત્રોક્ત વિધિથી કરાશે પૂજા

હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 138.70 મીટરે પહોંચી ; ડેમમાં પાણીની આવક 3.18 લાખ ક્યૂસેક નોંધાઈ

અમદાવાદ :. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. 

મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ સવારે સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે અને મા નર્મદાના વધામણા કરશે. શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવામાં આવશે.આજ રાત સુધીમાં સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી પુરેપુરી શક્યતા છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 138.70 મીટરે પહોંચી ચૂકી છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. આ સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 138.27 મીટરે પહોંચી છે. મહત્વનું છે કે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. તેથી ડેમ મહત્તમ જળસપાટીથી માત્ર 41 સેમી દૂર છે. ડેમમાં હાલ પાણીની આવક 3.18 લાખ ક્યૂસેક નોંધાઈ છે.

(12:50 am IST)