Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

લોક જનશક્તિ પાર્ટી પણ ગુજરાતમાં નશીબ અજમાવશે; મહત્તમ બેઠકો ઉપર ઉમેદવાર ઉતારશે: ચિરાગ પાસવાન

લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન ભરૂચ પહોંચતા આગેવાનો દ્વારા સ્વાગત કરાયું

અમદાવાદ ; આમ આદમી પાર્ટી બાદ લોકજનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતની મુલાકાત લીધી હતી. પાસવાને ભરૂચની મુલાકાત લીધી હતી અને વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ બાબતે પોતાના ઉમેદવારો મહત્તમ બેઠકો ઉપર ઉતારવાની વાત કરી હતી. લોકજન શક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન ગુજરાતમાં  રાજકીય પ્રવાસ ખેડ્યો હતો.  તેમણે કહ્યું હતું કે, ગૃહ મંત્રી અમિતભાઈ  શાહની ઉપસ્થિતિમાં યોજનાર એક કમિટીની બેઠકમાં હાજરી આપવા માટે  તે ગુજરાત આવ્યા હતા.

LJP  ગુજરાતમાં મહત્તમ બેઠક ઉપર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની તૈયારી બતાવી હતી. વિધાનસભા 2022 ગુજરાતની ચૂંટણીઓ જાહેરાત ટૂંક સમયમાં થઇ શકે છે તેવામાં ભાજપા, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ પોતાનું જોર લગાવી રહી છે. હવે ચોથો પક્ષ લોક જનશક્તિ પાર્ટી પણ ગુજરાતમાં નશીબ અજમાવવા પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.

લોકજન શક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન ભરૂચ ખાતે પહોંચ્યા હતા. ભરૂચમાં તેઓનું આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ લોકજન શક્તિ પાર્ટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ બાદ તેઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લોકજન શક્તિ પાર્ટી પણ આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બનાવશે તે પ્રકારની વાત કરતા મહત્તમ બેઠકો ઉપર કેવી રીતે ઉમેદવારો ચૂંટણી લડી શકાય તે વિષયને લઈને તેમનો ગુજરાત પ્રવાસ મહત્વનો રહ્યો હોવાનું જણાવ્યું હતું. ભરૂચની એક હોટલમાં તેમણે  ચૂંટણી અંગે જિલ્લાના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

(11:24 pm IST)