Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજપીપળા ST ડેપો પાસે આમ આદમી પાર્ટી તરફથી રોજગાર ગેરંટી કાર્ડનાં રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલ સરકારનાં રોજગાર ગેરંટી કાર્ડ માટે રજિસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી
નાંદોદ વિધાનસભા બેઠક માટે જાહેર કરાયેલા આપનાં ઉમેદવાર ડો. પ્રફુલભાઈ વસાવાની આગેવાની માં આજે રાજપીપળાનાં એસટી ડેપો પાસે રોજગાર ગેરંટી કાર્ડ રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વીજળી કાર્ડ માં 300 યુનિટ સુધી વીજળી મફત મળશે ત્યારબાદ રોજગાર ગેરંટી કાર્ડ જેમાં બેરોજગારોને નોકરીની ગેરંટી અને જ્યાં સુધી નોકરી નહિ મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર રૂપિયા સન્માન પેટે અપાશે, મહિલાઓને એક હજાર રૂપિયા વધુ આપી ચાર હજાર રૂપિયા આપશે સહિતની જાહેરાત આપના ઉમેદવાર દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ તમામ લાભો કેજરીવાલ સરકાર વિજેતા બન્યા બાદ મળશે તેવી રાજપીપળા એસટી ડેપો પાસે જાહેરાત થતા લોકો નાં ટોળા ઉમટ્યા હતા.
આ કાર્ડ રજીસ્ટ્રેશન દરમિયાન ડો.પ્રફુલ વસાવા એ બીજેપી પર પ્રહાર કરતા જણાવ્યું કે નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર BJP ડિપોઝિટ પણ નહિ બચાવી શકે, AAP માં એક લાખ મતથી હું જીતીશ

(10:34 pm IST)