Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

પોઇચા પંચાયતને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનું ઇનામ મળ્યું : કલેકટરનાં હસ્તે 50 હજારનો ચેક અપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં નર્મદા નદી કિનારે આવેલ પોઇચા ગ્રામ પંચાયતને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની યોજાયેલ સ્પર્ધામાં પોઇચા ગ્રામ પંચાયતે પ્રથમ સ્થાન મેળવ્યું છે .

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લોએ નીતિ આયોગ હેઠળ પસંદગી પામેલ જિલ્લો છે. તાજેતરમાં નીતિ આયોગે નક્કી કરેલ પેરામીટર્સની શ્રેષ્ઠ ગ્રામ પંચાયતની સ્પર્ધા યોજાઈ હતી . જેમાં પોઇચા ગ્રામ પંચાયતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું . પોઇચા ગામમાં પ્રસિદ્ધ નીલકંઠધામ સ્વામી નારાયણ મંદિર આવેલ છે . જેના કારણે રોજેરોજ હજારો પ્રવાસીઓ અહીં આવે છે ત્યારે પોઇચા ગ્રામ પંચાયતે સ્વચ્છતાના મુદ્દે તેમજ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે અને કોરોના મહામારી દરમ્યાનની શ્રેષ્ઠ કામગીરી , જાહેર શૌચાલય તેમજ દરેક ઘર માં શૌચાલય છે તેમજ ગામના દરેક મહોલ્લામાં પાકા રસ્તા , પીવાનું પાણી , શાળા આંગણવાડી, પીવાનું પાણી , વગેરે સુવિધા સાથેનાં પોઇચા ગામ માં તમામ સુવિધાઓ હોય . નક્કી કરેલ પેરામીટર્સ મુજબ આ ગ્રામ પંચાયતને કલેકટર શ્વેતા તેટિયાના હસ્તે રૂ ૫૦ હજારનો ચેક સરપંચ ઉષાબેન બારીયાને આપવામાં આવ્યો હતો કલેકટર ના હસ્તે સરપંચોને રૂા.૫૦ હજાર તો ચેક અપાયો હતો.

(10:34 pm IST)