Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજપીપળા નજીકના એક ગામમાં પતિનો ત્રાસ વેઠતી પીડિત મહિલાને અભયમ મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા નાં રાજપીપલા તાલુકાનાં ગામથી એક બેન જેમનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સસરા વ્હેમ કરે છે કે મારા કોઈ સાથે અફેર છે અને મારા પતિને  કહે છે જેથી તેઓ વ્હેમ કરીને મને મારઝૂડ કરે છે.જેથી રાજપીપલા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉનસેલિંગ કરી પારિવારિક ઝગડાનું સમાધાન કરાવ્યું હતું.
 મળતી માહિતી મુજ્બ ભોગ બનનાર એક બહેનનાં બે દીકરા છે. સસરા અને પતિ ઘરે જ રહે છે. કાવ્ય અને સાસુ મજૂરી કરીને ઘર ચલાવ્યે છે. અને સસરા રોજ માનસિક ત્રાસ આપે કે મારા કોઈ સાથે અફેર છે. અને મારા પતિની કાન ભ્મભેરની કરે છે. જેથી તેઓ વ્હેમ કરે અને મારઝૂડ કરે ઘરની બહાર નાં નીકળવા દે,વોશરૂમ જવાનું હોય તો પણ પાછળ આવે કે કોઈ સાથે વાત કરવા જાય છે તેવી વ્હેમ રાખી મારી પાસે મોબાઇલ નથી છતાંય વ્હેમ કરે છે આમ ત્રાસ આપે છે. અભયમ ટીમે પતિ અને સસરા નું કાઉંસેલિંગ કર્યું અને તેમને કંઈ પણ કામ શોધી લઇ ઘર ચલાવવામાં મદદ કરે અને આ રીતે વ્હેમ કરી ઝગડા નાં કરે તેમ સમજાવતા તેમને ભૂલો સ્વીકારી અને સારી રીતે રાખશે તેની ખાતરી આપતાં પારિવારિક ઝગડા નું સમાધાન કરાવ્યું હતું.

(10:33 pm IST)