Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળામાં 14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસની ઉજવણી કોલેજના પ્રાચાર્ય  ડૉ.એસ, જી.માંગરોલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિભાગીય અધ્યક્ષઓ હિન્દી વિભાગના અધ્યાપકઓ તથા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.
આ કાર્યક્રમના પ્રમુખ પદેથી પ્રાચાર્યએ હિન્દી વિષયનું મહત્વ સમજાવતા કહ્યું કે -" હિન્દી ભાષા કે અભાવ મેં હમારા રાષ્ટ્ર્ર ગુંગા હૈ "સાથે હિન્દી વિષયના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા.હિન્દી વિભાગના અધ્યાપકો તથા અન્ય અધ્યાપક ઓએ પ્રાસંગિક પ્રવચન કાર્યાં હતા.
હિન્દી ના ટી.વાય.અને એમ.એ. ના વિદ્યાર્થી ઓએ પણ હિન્દી વિષય પર પોતાના વિચારો રજુ કર્યા. એમ.એ.ની વિદ્યાર્થી ભીલાલા સેવન્તા એ હિન્દી દેશ કે નિવાસી 'કાવ્યનું સુંદર રીતે પઠણ કર્યું,હિન્દી વિભાગના પ્રો.ડૉ ભારત જે સોલંકી પ્રો.ડૉ એમ.આર.ભોંયે તથા મનીષાબેન પી.વસાવા એ પ્રાસંગિક પ્રવચન કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના પ્રો ડૉ. એમ.આર.ભોંય એ કર્યું.

(10:33 pm IST)