Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજ્યના એસ ટી કર્મચારીઓ આંદોલનના માર્ગે: 22મીની મધરાતથી બેમુદતી હડતાલનું એલાન

પડતર મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું :16મીએ મુખ્યમંત્રી અને મંત્રીઓને ટેક્ષ મેસેજ,ટ્વીટર અને સ્ટેટ્સ રાખીને માંગણી રજૂ કરશે :17મીથી ચાર દિવસ નિગમના તમામ કર્મચારીઓ કાળીપટ્ટી બાંધશે :21મી અને 22મીએ તમામ કર્મચારીઓ ઘંટનાદ કરશે :2મીએ મધરાતથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી માસ સીએલ પર ઉતરશે

અમદાવાદ ; રાજ્યના એસ ટી કર્મચારીઓ આંદોલનના માર્ગે જશે આગામી 22મીની મધરાતથી બેમુદતી હડતાલનું એલાન  કરાયું છે,

રાજ્ય એસટી નિગમના કર્મચારીઓના વિવિધ પડતર મુદ્દાઓ અને માંગણીઓને લ;લઈને અગાઉ મુલતવી રાખેલ આંદોલન ફરી વાર વેગવાન બનાવવા કાર્યક્રમો ઘડી કઢાયા છે ,પડતર મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે જે અંતર્ગત આગામી 16મીએ મુખ્યમંત્રી અને મંત્રીઓને ટેક્ષ મેસેજ,ટ્વીટર અને સ્ટેટ્સ રાખીને માંગણી રજૂ કરશે , જયારે 17મીથી ચાર દિવસ નિગમના તમામ કર્મચારીઓ કાળીપટ્ટી બાંધશે અને 21મી અને 22મીએ તમામ કર્મચારીઓ ઘંટનાદ કરશે  22મીએ મધરાતથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી માસ સીએલ પર ઉતરશે

(5:19 pm IST)