Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સુરતની કાપડબજારમાં દંપતી સહીત ત્રણ વેપારીએ 1.18 કરોડની છેતરપિંડી આચરી

સુરત:રીંગરોડ સાંઇકૃપા ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ વી.ટી.એમ. માર્કેટના વેપારી પાસેથી દંપતિ સહિત ત્રણ વેપારીએ રૂ. ૧.૧૮ કરોડનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં કરતા સલાબતપુરા પોલીસે બે અલગ ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પરવત ગામ પ્રમુક અરણીયા બી-૩, ૬૦૪માં રહેતા વિક્રમભાઇ મીસરીલાલ પરીહાર રીંગરોડ સાંઇકૃપા ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. વેસુની આગમ રેસીડન્સીના ફલેટ નં. એફ-૨૦૪માં રહેતા કાપડ વેપારી ઉદીત સંજયભાઇ બાવેજાએ ગત ૨૩ માર્ચ, ૨૦૧૮થી ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન વિક્રમભાઇ પાસેથી રૂ. ૧,૧૧,૨૧,૧૪૦ની મત્તાનું ડાઇડ કાપડ ખરીદયું હતું પરંતુ પેમેન્ટ કર્યું ન હતું. આ અંગે વિક્રમભાઇએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:33 pm IST)