Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહુધામાં દરોડા પાડી 9 જુગારીઓને 81 હજારની મતા સાથે ઝડપ્યા

ખેડા:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહુધાના દૂધી ફળીયામાં એક મકાનમાં દરોડો પાડીને નવ જુગારીઓને પત્તા પાના તથા રોકડ સહિત કુલ ૮૧ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી. 

મળતી માહિતી મુજબ મહુધાના દૂધી ફળીયામાં રહેતાં વસીમમીયાં સબ્બીરમીયાં મલેક પોતાના મકાનમાં પત્તાપાનાનો જુગાર રમાડતો હોવાની માહિતી એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી હતી. પરંતુ પોલીસે જુગાર સ્થળેથી ૯ જુગારીઓને પકડી પાડ્યાં હતા. જેમાં વસીમમીયાં સબ્બીરમીયાં મલેક, અબિબઉલ્લા અમાનઉલ્લા મલેક, ઈન્તિયાઝ મલેક, તૌફિકહુસેન મલેક, સદ્દામ મલેક, ઘનશ્યામભાઈ લાલાભાઈ કા.પટેલ, કનુભાઈ અંબાલાલ રાવલ, ફિરોજખાન પઠાણ, મહંમદભાઈ નજીરભાઈ શેખનો સમાવેશ થાય છે. પોલીસે રોકડ, નવ મોબાઈલ, એક મોટરસાઈકલ મળી રૂ.૮૧,૯૧૦ નો મુદ્દામાલ જપ્ત કરી મહુધા પોલીસમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. 

 

(5:29 pm IST)