Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

૯૨ વર્ષની ઉંમરના વયોવૃધ્ધ વ્યકિતના ઢીંચણનો સાંધો બદલાવાયો

અમદાવાદઃ દર્દ મુકત જીવન જીવવાના ઉત્સાહને કારણે અમદાવાદના ૯૨ વર્ષીય વયના દર્દીએ એશિયન બેરીયાટ્રીક હોસ્પિટલ- અમદાવાદ ખાતે હાઈ રિસ્કની (ઢીંચણ) રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, દર્દીનું હૃદય માત્ર ૧૦ થી ૧૫ ટકા કામ કરતું હોવાથી આ ઓપરેશન કરવામાં ઘણી મુશ્કેલીઓ હતી. ડો.યોગેશ ટાંકની આગેવાની હેઠળ એનેસ્થેસિયોલોજિસ્ટની ટીમે ડો.શિવાની કકરૂના સહયોગથી હૃદય અને ફેફસાં ઓછુ કામ કરતાં હોઈ બેરિયાટ્રીકસના ગંભીર તબીબી સ્થિતિ ધરાવતાં દર્દીઓને એનેસ્થેશીયા સર્વિસ પૂરી પાડવામાં આવે છે.

તેમણે દર્દીને જનરલ એનેસ્થેશીયા હેઠળ સર્વિસ આપવાનું પસંદ કર્યું આવા અન્ય કિસ્સોઓમાં સ્પાઈન એનેસ્થેશીયા હેઠળ ઓપરેશન કરવામાં આવે છે. પણ દર્દીના હૃદયની સ્થિતિ નાજુક હોવાથી દર્દી જો જનરલ એનેસ્થેસીયા હેઠળ હોય તો વધુ તબીબી સ્થિરતાં હાંસલ થાય છે. આઈસીયુના સારા બેક- અપ સાથે કાર્ડીયોલોજીસ્ટ ડો.મુકેશ લધ્ધા અને ઈનહાઉસ ફિઝીશ્યન ડો.સ્નેહલ કોઠારી, ડો.ધીરજ મરોઠી જૈન અને તેમની ટીમે સફળતાપૂર્વક આ ઓપરેશન પૂર્ણ કર્યું હતું અને દર્દીને નવુ જીવન તથા આશા પ્રદાન કરી હતી. ડો.ધીરજ મરોઠી જૈને જણાવ્યું કે હૃદય ૧૫ થી ૨૦ ટકા કામ કરતું હોવાથી બો લેગ્સ અને ગંભીર ઓસ્ટીયો આર્થોઈટીસને કારણે તથા અન્ય જટીલતાઓને લીધે આ કેસની ગણના હાઈરિસ્ક હતી. જનરલ એનેસ્થેથીયા હેઠળ સર્જરી કરવામાં આવી વયોવૃધ્ધ વ્યકિતનો ઓપરેશન કરવાનું હોવાથી જોખમ બેવડાતુ હોય તેવી હાલતમાં એનેસ્થેટીસ્ટે અદભુતૂ કામગીરી બજાવી છે.(૩૦.૫)

(3:31 pm IST)