Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

સેન્ટ લૂઈસ કોલેજના વિદ્યાર્થીઓએ ઈનોવેશન પાયલોટ પ્રોજેકટ કર્યો લોન્ચ

અમદાવાદઃ સેન્ટ લૂઇસ સ્થિત રેન્કેન ટેકનીકલ કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રદેશ પર વધુ મુલાકાતીઓને આકર્ષવા માટે ઉભરતી વિભાવનાઓ, સાધનો અને તકનીકોનો ઉપયોગ કરીને એક ૪ મહિનાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરી રહ્યા છે. રેન્કેનની નવ-નિર્મિત ૨૦-વિદ્યાર્થીઓની મજબૂત મિસૌરી ઇનોવેશન ગ્રોથ એન્ડ હોસ્પિટાલિટી ટીમ (MIGHT) આ પ્રોજેકટ પર કામ કરશે.

આ નવીન પાયલોટ પ્રોજેકટ, એમઆઈજીએચટીના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ માર્કેટીંગ ટ્રેન્ડ્સ, જિયોસ્પેસીઅલ માર્કેટિંગ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ (કૃત્રિમ બુદ્ઘિમત્તા સાધનો), સોશિયલ મીડિયા શેરિંગ પ્લેટફોર્મ અને ઓનલાઈન રિવ્યુ મેનેજમેન્ટ સોફ્ટવેર જેવી ઊભરતાં તકનીકો વિશે જાણવા માટેની તક આપશે. MIGHT ના વિદ્યાર્થીઓ આ સાધનો અને વિચારો વિશે શીખીને, તેનો સેન્ટ લૂઇસ પ્રાંતમાં પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રયત્ન ો પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે પણ ઉપયોગ કરશે. સોશિયલ મીડિયા અને ટ્રાવેલ રિવ્યુ સાઇટનો પ્રવાસીઓના નિર્ણયો પર નોંધપાત્ર પ્રભાવ રહે છે. રેન્કેન MIGHT વિદ્યાર્થીઓ હકારાત્મક સામાજિક મીડિયામાં પ્રચાર કરવા નવા ટૂલ્સનો ઉપયોગ કરશે, તેમજ મિસૌરી રાજયમાં વધુ મુલાકાતીઓને આકર્ષવા માટે વર્તમાન પ્લેટફોર્મ અને નવી ડિજિટલ માર્કેટીંગ વ્યૂહરચનાનો અસરકારક રીતે ઉપયોગ કરશે.

CGS ઇન્ફોટેકના સી.ઇ.ઓ. હિતેન ભુતાએ યુનાઇટેડ સ્ટેટ્સના ભારત માટેના એમ્બેસેડર શ્રી કેનેથ જસ્ટરની આગેવાની હેઠળના સિનિયર વ્યવસાયિક નેતાઓના પ્રતિનિધિમંડળના ભાગરૂપે, SelectUSA માં ભાગ લીધો હતો. SelectUSA સમિટ પછી યોજાયેલ તાજેતરમાં એક બેઠકમાં યુ.એસ.ના મુંબઇ ખાતેના કોન્સ્યુલેટ જનરલ, શ્રી એડવર્ડ કેગનએ મુંબઇ-સ્થિત કંપનીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને CGS ઈન્ફોટેકના યુ.એસ. સાથેના સંબંધ અંગે તેમની પ્રશંસા વ્યકત કરી હતી.(૩૦.૬)

(3:30 pm IST)