Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સરકારી મેડિકલ કોલેજોના તબીબના સ્ટાઇપેન્ડમાં વૃદ્ધિ

ઇન્ટર્નીસના સ્ટાઇપેન્ડના દરમાં પણ માતબર વધારો : ૫૦૪૯ તબીબોને ફાયદો : ગુજરાત સરકારને વર્ષે ૭૦ કરોડનો બોજ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત

અમદાવાદ,તા.૧૪ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલો ખાતે ફરજ ઉપરના ઇન્ટર્ન, મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી, મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટી મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમા, ડેન્ટલ-ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ૫૪૯૪ ડોક્ટરોને મળતાં સ્ટાઇપેન્ડમાં વધારો કરવા અંગે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજય રૃપાણીએ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ સ્ટાઇપેન્ડ દરોમાં માતબર રકમનો વધારો કર્યો છે, આ વધારાનો લાભ ૫૦૯૪ થી વધારે ડોક્ટરોને મળશે, જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક ૭૦ કરોડ જેટલો બોજ પડશે. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારની મેડીકલ કોલેજોમાં એમબીબીએસ પછી અભ્યાસ કરતા અને સેવાઓ આપતાં તબીબોને મદદરૃપ થવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જેમાં અગાઉ જે દરો મળતા હતા તેવા મેડીકલ ઇન્ટર્ન ડોક્ટરોને ૧૦૭૮૦ની જગ્યાએ ૧૩૦૦૦, ડેન્ટલમાં ૯૪૬૯ ને બદલે  ૧૨૦૦૦, ફિઝીયોથેરાપીમાં ૫૮૨૪ ના બદલે ૮૦૦૦ રૃપિયા અપાશે. એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી ધારકોમાં પ્રથમ વર્ષના તબીબોને  ૨૮૦૦૦ ના બદલે ૬૦૦૦૦, બીજા વર્ષ માટે ૪૨૪૮૦ ના બદલે  ૬૧૦૦૦, ત્રીજા વર્ષ માટે ૪૩૫૧૦ ના બદલે ૬૨૫૦૦, ચોથા વર્ષના સીનીયર રેસીડેન્ટ માટે ૪૬૦૦૦ ના બદલે ૬૬૦૦૦ અને ક્લીનીકલ આસિસ્ટન્ટને ૪૩૫૧૦ ના બદલે ૬૬૦૦૦ ચુકવાશે. તેમણે ઉમેર્યુ કે, એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટીમાં પ્રથમ વર્ષના તબીબોને  ૪૫૫૮૦ ના બદલે ૭૨૦૦૦, બીજા વર્ષમાં ૪૭૬૬૦ ના બદલે  ૭૫૦૦૦, ત્રીજા વર્ષમાં ૪૯૭૩૦ ના બદલે ૮૦૦૦૦ તથા મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમામાં પ્રથમ વર્ષમાં ૩૩૧૫૦ ના બદલે ૪૫૦૦૦, બીજા વર્ષમાં ૩૩૯૮૦ ના બદલે ૪૯૦૦૦ તથા ડેન્ટલ રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં ૩૬૪૦૦ ના બદલે ૪૭૦૦૦, બીજા વર્ષમાં ૩૭૩૧૦ ના બદલે  ૪૮૫૦૦ અને ત્રીજા વર્ષમાં ૩૮૨૨૦ ના બદલે ૪૯૭૦૦ ચુકવાશે તથા ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં ૧૬૮૦૦ ના બદલે ૨૧૦૦૦, બીજા વર્ષમાં ૨૧૦૦૦ ના બદલે ૨૬૦૦૦ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક ઇન્ટર્સને ૫૨૦૩ ને બદલે ૯૦૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિકમાં પ્રથમ વર્ષમાં ૨૫૨૦૦ ના બદલે ૩૦૦૦૦, બીજા વર્ષમાં  ૨૬૬૦૦ ના બદલે ૩૩૦૦૦ અને ત્રીજા વર્ષમાં ૨૮૦૦૦ ના બદલે  ૩૪૦૦૦ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્ય સરકાર દ્વારાહકારાત્મક અભિગમ દાખવીને મળેલ રજુઆતોને ધ્યાનેલઇ આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા તબક્કાવાર સ્ટાઇપેન્ડના દરો સુધારવામાં આવ્યા છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

 

(8:15 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • કચ્છ ના ખાવડા સહિતના વિસ્તારોમાં 3.6 તિવ્રતાના ભૂકંપના આંચકા : ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો : ખાવડાથી 25 કીમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ : તલાલા, બોટાદ, સુરેન્દ્રનગર, રાપર, દૂધઈમાં પણ હળવો ભૂકંપ અનુભવાયો access_time 1:36 am IST