Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

આહવા તાલુકામાં કિશોરીની ફોસલાવી જંગલમાં લઇ જઈ બે શખ્સોએ હવસનો શિકાર બનાવી

વાંસદા:આહવા તાલુકાનાં નિરગુડમાળ ગામની ધોરણ ૮ માં ભણતી કિશોરીને ગામનાં બે યુવકોએ જંગલમાં ખેંચી જઈ હવસનો શિકાર બનાવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સાપુતારા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ અંતરિયાળ નીરગુડમાળ ગામની ધોરણ ૮ માં ભણતી ૧૩ વર્ષની કિશોરી તા. ૧૧-૦૯-૨૦૧૮ નાં મંગળવારે સાંજે ૪ કલાકનાં સુમારે પગપાળા પોતાનાં ઘરે જઈ રહી હતી.

ત્યારે નીરગુડમાળ ગામનાં જ બે યુવકો મહેન્દ્ર રાજુભાઈ પવાર અને શૈલેશ રામદાસભાઈ પવારે એકલતાનો લાભ લઈ કિશોરીનો હાથ પકડી મોઢું દબાવી નજીકના જંગલમાં ખેંચી ગયા હતા અને માસૂમ કિશોરીનો હવસનો શિકાર બનાવી તેની પર દુષ્કર્મ આચર્યુ હતું. બાદ આ યુવકોએ આ કિશોરીને આ બાબતે કોઈને કઈ પણ કહેશે તો જાનખી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.

(4:43 pm IST)