Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ગાંધીનગરમાં સાતમ આઠમના તહેવારની શરૂઆતમાં પોર ગામમાં જુગાર રમતા 14 શખ્સોને પોલીસે રંગે હાથે દબોચી જેલ હવાલે કર્યા

ગાંધીનગર :  સાતમ આઠમના તહેવાર નજીક આવતાની સાથે જ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની મોસમ અડાલજ પોલીસે કોટેશ્વર અને પોર ગામમાં બે સ્થળો દરોડો પાડી કુલ ૧૪ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૩૬૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

છેલ્લા થોડા દિવસોથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે પોલીસે પણ બાતમીદારોને સક્રિય કરી ઠેકાણે દરોડા પાડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કોટેશ્વર ગામમાં ઉમિયાનગરની બાજુમાં આવેલા વાડામાં જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીનાપગલે દરોડો પાડીને કોટેશ્વર ગામમાં રહેતા અર્જુનસિંહ ચીનુભાઈ સોલંકી, વિરાટસિંહ વજેસિંહ ઝાલા, સંજય પ્રવીણભાઈ ઠાકોર, મયુરજી જોહાજી ઠાકોર, અજીત સુરેશભાઈ ભરવાડ, જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા અને રાજદીપ નવલસિંહ ઝાલા તેમજ મોટેરા ગામના ભરતસિંહ અભૂજી દરબારને ૧૨ હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. તો પોર ગામમાં દરોડો પાડીને પોલીસે બળીયાદેવ મંદિર પાસે જુગાર રમતા પોર ગામના ઘનશ્યામ બળદેવજી ચાવડા કિરણજી રમેશજી ચાવડા અને કુડાસણના હિરેન પરસોત્તમદાસ મહેરાને ૨૦૦૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ મોટા ઠાકોર વાસમાંથી જુગાર રમતા પોર ગામના શૈલેષ રણછોડજી ઠાકોર, ઘનશ્યામ મહોતજી ઠાકોર અને સવધાનજી રમણજી ઠાકોરને જુગાર રમતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:14 pm IST)