Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કોરોનાના કહેર વચ્ચે શિક્ષકોના માથે વધુ એક જવાબદારી : હવે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાના કામે લગાડાશે

એક જ દિવસમાં 20 લોકોને આ એપ ડાઉનલોડ કરાવશે તેમને દિવસના 100 રુપિયા ઈન્સેટીવ પણ અપાશે

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિ. શાળાના શિક્ષકોને ઘરે ઘરે સર્વે કરવાની કામગીરી સોંપાઈ હતી. આ કામગીરી હજુ માંડ પૂર્ણ થઈ છે ત્યાં વળી આ શિક્ષકોને શહેરીજનોને આરોગ્ય સેતુ એપની માહિતી આપી તેને ડાઉનલોડ કરવા માટે હવે કામે લગાડવાનો નિર્ણય કર્યો છે.

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ નાગરિકોમાં જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય સેતુ એપ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ એપ દ્વારા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તેવા વ્યકિતના સંક્રમણમાં આવનાર અન્યને કોન્ટેક ટ્રેસીંગ થકી સાવધ કરી ચેતવણી આપે છે. જો કે, કોરોનાના કહેર વચ્ચે મ્યુનિ. શાળાના શિક્ષકોને ઘરે ઘરે સર્વે કરવાની કામગીરી સોંપાઈ હતી. આ કામગીરી હજુ માંડ પૂર્ણ થઈ છે ત્યાં વળી આ શિક્ષકોને શહેરીજનોને આરોગ્ય સેતુ એપની માહિતી આપી તેને ડાઉનલોડ કરવા માટે હવે કામે લગાડવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એપનો ઉપયોગ કરીને પિંક એરિયા તથા એમ્બર વિસ્તારમાં સર્વે કરીને જે તે દર્દીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોય તેવા લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે. તદ્દઉપરાંત જે દર્દી પોઝિટિવ આવે તેને સારવાર કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન આ આરોગ્ય સેતુ એપનો વિસ્તારમાં બહોળો પ્રચાર થાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના તમામ મુખ્ય શિક્ષક અને શિક્ષકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની કામગીરી આપવામાં આવી છે.

જો કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્સેટીવ સક્રીમ પણ રાખવામાં આવી છે. જેમાં એક જ દિવસમાં 20 લોકોને આ એપ ડાઉનલોડ કરાવશે તો તેમને દિવસના 100 રુપિયા ઈન્સેટીવ પણ આપવામાં આવશે.

(11:25 pm IST)