Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

હિંમતનગર બાયપાસ નજીક ટ્રાફિક પોલીસ કર્મી પર ત્રણ માથાભારે શખ્સોનો હુમલો

હિંમતનગર: ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બાયપાસ ત્રણ રસ્તા પર ટ્રાફીકનું સુચારૂ સંચાલન કરવાની એક પોલીસકર્મી શુક્રવારે કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સોએ પોલીસની કામગીરીમાં રૂકાવટ ઉભી કરાતા તેમની વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવાઈ છે. હેડ કોન્સ્ટેબલ ચીરાગકુમાર ભીખાભાઈ સુતરીયાએ નોધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગુરૃવારે સાંજના સુમારે તેઓ વિરપુરની સીમમાં આવેલા બાયપાસ ત્રણ રસ્તા પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે ઈડર તાલુકાના કેસરપુરા ગામના મોહમદહાફીજ જમાલભાઈ લુહારવસીમભાઈ મહોમદહાફીજ લુહાર તથા નઈમભાઈ હાફીજભાઈ લુહારે રોડ પર કારને આવતા જતા વાહનો માટે અડચણરૂપ બને અને અકસ્માત થાય તેવી રીતે ઉભી કરી દીધી હતી. જેથી ચીરાગકુમાર સુતરીયાએ તેમનું વાહન હટાવી લેવા જણાવ્યુ હતું. પરંતુ આ ત્રણ સહિત અન્ય લોકોએ પોલીસકર્મી સાથે ઝગડો કરી મારામારી કરી હતી અને પોલીસકર્મીના કપડા ફાડીનાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉપરાંત હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ તથા શૈલેષભાઈ સાથે પણ ઝપાઝપીી કરી કાયદેસરની ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. જેથી ચીરાગકુમાર સુતરીયાએ કેસરપુરાના ત્રણેય શખ્સો વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. ઉલ્લેખનીય છે કે   આ બીજો બનાવ પોલીસને ચોપડે નોધાયો છે. જે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ દિશામાં ગંભીરતા પુર્વક વિચારવાનો સમય પાકી ગયો છે. 

(2:38 pm IST)