Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વિજયનગર-ટીટાસણ રોડની હાલત બિસમાર થઇ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી:તંત્ર દ્વારા કામગીરી ન થતા રહીશોની રોષની લાગણી વ્યક્ત કરી

વિજયનગર:તાલુકા મથકથી ટીંટાસણ જતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી ખુબજ ખરાબ હોવાને કારણે રોજબરોજ અવરજવર કરતા સ્થાનિક રહિશો કંટાળી ગયા છે. અને રોડના સમારકામ માટે સંલગ્ન વિભાગને કરાયેલી રજુઆત બાદ પણ તંત્ર ધ્વારા સકારાત્મક કાર્યવાહી કરાતી નથી જેથી રહીશોએ આગામી તા.૨૮ ઓગસ્ટથી રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે આ વિસ્તારના અગ્રણી ઈશ્વરભાઈ પટેલના જણાવાયા મુજબ વિજયનગરથી ટીંટાસણ જતો રોડ છેલ્લા ઘણા વખતથી ખુબજ તુટી ગયો હોવાને કારણે વાહન લઈને નિકળી શકાય તેવી હાલત નથી તેમ છતા જો કોઈ વાહન ચાલક આ રોડ પર થઈને નિકળે તો તેના વાહન ખખડધજ બની જાય છે. એટલુ જ નહી પણ આ રસ્તા પર થઈને અત્યારે ચોમાસામાં જો કોઈ રાહદારી રોડની કિનારે થઈને જાય તો સામેથી અથવા તો પાછળથી આવતા વાહનને લીધે ખાબોચીયામાં ભરાયેલુ પાણી તેના કપડા પર પડતા કપડા ગંદા થઈ જાય છે.

(2:37 pm IST)