Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

ખેડબ્રહ્મામાં 70 વર્ષીય શખ્સને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર ગામમાં 17 દિવસ માટે 2 વાગ્યા પછી દુકાનો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો

ખેડબ્રહ્મા:શહેરમાં કોરોના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ગઇકાલે એક ૭૦ વર્ષના વૃધ્ધને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના કેસ વધતા તંત્ર શાબ્દુ થયું હતું. અને આજતી ૧૭ દિવસ માટે ૨ વાગ્યા પછી દુકાનો બજારો બંધ કરવામાં આવી હતી. શહેરમાં કોરોના કેસો વધતા લોકો ચિંતાતુર થવા માંડયા છે. શહેરના ૪થી ૫ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યા છે. ગઇકાલે પણ એક ૭૦ વર્ષના વૃધ્ધને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા અને કેસો વધતા પ્રાંત અધિકારી હાર્દ શાહે વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. અને બજાર બંધ રાખવાનું નક્કી કરવામાં આવતા આજથી ખેડબ્રહ્મા શહેરની દુકાનો બજારો ૨ વાગ્યા પછી ૧૭ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. ૨ વાગ્યા પછી ખેડબ્રહ્મા પી.એસ.આઈ. પ્રાંત અધિકારી મામલતદાર પેટ્રોલીંગ કર્યું હતું.

(2:36 pm IST)