Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરાના ડભોઇ રોડ પર માણેક એસ્ટેટમાં ચાલતી ડુપ્લીકેટ એન્જીન ઓઈલની ફેક્ટરી ઝડપાઇ: અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:ડભોઇરોડ માણેક એસ્ટેટમાં ચાલતી ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેકટરી પોલીસે ઝડપી પાડી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. 

ડુપ્લીકેટ એન્જિન ઓઇલની ફેકટરીના કેસમાં પોલીસે આરોપી શબ્બીર સુલતાનભાઇ શેખ (રહે. મદાર એપાર્ટમેન્ટ બદલી મહોલ્લો વાડી)ની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જે ગુનામાં જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલ ભાવિક પુરોહિત તથા તપાસ અધિકારીએ રજુઆત કરી હતી કે આરોપી સામે આવા જ પ્રકારનો ગુનો અગાઉ વર્ષ ૨૦૧૩માં દાખલ થયો હતો. આરોપીના જામીન  મંજુર થશે તો સાક્ષીઓને ફોડવાનો પ્રયાસ કરશે. 

(2:19 pm IST)