Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

વડોદરાના બરાનપુરામાં પત્નીને આડા સંબંધ હોવાની શંકા રાખી વહેમીલા પતિએ બે કોન્ટ્રાકટર કિલરની મદદથી પત્નીને મોતનેઘાટ ઉતારી

વડોદરાતા:બરાનપુરા ચુનારાવાસમાં પત્નીને આડા સંબંધ હોવાની શંકા રાખી  વહેમીલા પતિએ   બે કોન્ટ્રાકટ કિલરની મદદથી વહેલી સવારે પોતાના જ ઘરમાં પત્નીની હત્યા કરી હતી. માસૂમ પુત્રી સામે જ પત્નીની હત્યા કરીને ભાગી છૂટેલા પતિ અને ત્રણ કોન્ટ્રાકટ કિલનરને ક્રાઈમ બ્રાંચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે.

ખંભાતમાં રહેતી  સપના  નામની યુવતીના લગ્ન ૨૦ વર્ષ પૂર્વે બરાનપુરા ચુનારાવાસમાં રહેતા અમિત શંકરભાઈ ચુનારા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અમિત ચુનારા શાકભાજીનો છૂટક વેપાર કરે છે તેમજ ખંડેરાવ માર્કેટમાં ભલાભાઈ સીંધીની દુકાન પર કામ પણ કરે છે. છેલ્લા બે વર્ષથી અમિતને  શંકા હતી કે તેની પત્ની સપનાને ખંભાતના રીકી કીરીટભાઈ સોલંકી સાથે આડા સંબંધ છે. જેના કારણે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડો પણ થતો હતો. સપનાનો ભાઇ અનિલ બહેન-બનેવીને અવાર-નવાર ઝઘડો નહીં કરી શાંતિથી રહેવા માટે સલાહ આપ્યા કરતો હતો. 

(2:18 pm IST)