Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના હસ્તે રેન્જ ઓફિસ પર ધ્વજવંદન કરાયું

સુરત રેન્જ કચેરીએ ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી : કોરોના વૈશ્વિક મહામારીના કારણે તમામ નિયમોનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટેંસ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન

(કાર્તિક બાવીશી દ્વારા )સુરત રેન્જ ઓફીસ પર ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અવસરે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના હસ્તે રેન્જ કચેરી પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.  પીઆઈ, તેમજ પીએસઆઈ તેમજ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.જેમાં કોરોના વૈશ્વિક મહામારીના કારણે તમામ નિયમોનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટેંસ સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:22 am IST)