Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજ્યના ૩૨ જીલ્લાના ૨૦૯ તાલુકાઓમાં રમઝટ બોલાવતા મેઘરાજા : માંગરોળ ૮ ઇંચ, કામરેજ 7 ઇંચ, ઉમરપાડા અને સુરત સીટી 5 ઇંચ ભારે વરસાદ

ઉકાઈ ડેમમાંથી ૭૦ હજાર કયુસેક પાણી છોડાતા ભારે હાલાકી : મધુબન ડેમ ના 4 દરવાજા ખોલાયા

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી):ચોમાસાની આ સીઝનમાં હવે મેઘરાજા વન-ડે બેત્તિંગ પર ઉતર્યા હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં રમઝટ બોલાવી રહ્યા છે . ભારે વરસાદને પગલે લોકમાતાઓ રમણે ચડી છે તો જળાશયોની જળસપાટી સતત વધી રહી છે.

   મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડતા ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે,ડેમની રુલ લેવલ સપાટી જાળવી રાખવા ડેમમાંથી મોટી માત્રમાં પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

જ્યારે આજે સવારે ૦૮ કલાકે ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૨.૬૩ ફૂટે પોહોચી છે  ડેમમાં ૮૪,૯૪૪ કયુસેક પાણીનો ઇન્ફ્લો સામે ૭૦,૫૨૪ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે. તેમજ સુરત પંથકની કોઝવેની જળસપાટી  સતત વધી ને ૮.૩૮ મીટરે પોહોંચી છે જેને પગલે કોઝવે બંધ રાખવાની ફરજ પડી છે 

   જયારે દમણગંગાના મધુબન બંધની જળસપાટી પણ સતત વધતા ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી છે   વલસાડ,નવસારી અને ડાંગ સહીતના વિસ્તારોની લોકમાતાઓ પણ રમણે ચઢતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.      

  ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર  છેલ્લા 24 કલાક માં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો...

   માંગરોળ ૧૯૯ મીમી,કામરેજ ૧૭૪ મીમી,ઉમરપાડા ૧૪૭ મીમી,સુરત સીટી ૧૪૧ મીમી,કોડીનાર ૧૩૭ મીમી,ચીખલી ૧૩૦ મીમી, ઉના ૧૨૧ મીમી,તાલાળા  ૧૧૧ મીમી, જાફરાબાદ અને માંડવી ૧૦૮-૧૦૮ મીમી ,ગણદેવી ૧૦૭ મીમી,ખેરગામ ૧૦૬ મીમી, વલસાડ ૧૦૪ મીમી,ગીર-ગઢડા ૧૦૩ મીમી, ઓલપાડ ૧૦૨ મીમી,વંથલી અને ડોલવણ 100-100 મીમી વરસાદ નોંધાયો છે.

   આ ઉપરાંત સુત્રાપાડા ૯૯ મીમી,બોટાદ 98 મીમી,વડોદરા ૯૬ મીમી,વિસાવદર ૯૦ મીમી, બારડોલી ૮૭ મીમી,પોરબંદર ૮૫ મીમી, કલ્યાણપુર અને નવસારી ૮૩-૮૩ મીમી, રાણાવાવ ૮૧ મીમી,ડેડીયાપાડા અને મહુવા ૭૮-૭૮ મીમી,મોરવા-હડફ,સાગબારા અને ચોર્યાસી ૭૭-૭૭ મીમી,ધોરાજી ૭૬ મીમી, જુનાગઢ અને જુનાગઢ સીટી ૭૪-૭૪ મીમી, વાલોડ અને જલાલપોર ૭૩-૭૩ મીમી,સંખેડા અને વ્યારા ૭૧-૭૧ મી,દેવગઢ બારિયા ૬૯ મીમી,કરજણ,નેત્રંગ અને ઉમરગામ ૬૮-૬૮ મીમી,ઉપલેટા,પાદરા,બોડેલી અને વાંસદા 66-66 મીમી,પલસાણા ૬૫ મીમી,જેતપુર પાવી અને ગોધરા ૬૪-૬૪ મીમી, માળિયા ,છોટાઉદૈપુર અને બરવાળા ૬૩-૬૩ મીમી, આમોદ ૬૨ મીમી અને તિલકવાડા અને સોનગઢ ૬૦-૬૦ મીમી વરસાદ નોંધાયો છે .

   જયારે ખાંભા ૫૮ મીમી ,કેશોદ, રાજુલા, ધરમપુર અને પારડી ૫૭-૫૭ મીમી,લીમખેડા અને નિઝર ૫૬-૫૬ મીમી,માણાવદર,ઉમરાળા અને વાલિયા ૫૫-૫૫ મીમી,સાંજેલી ૫૨ મીમી ,ખંભાળિયા ,વેરાવળ,લાઠી,ગરુડેશ્વર અને બાલાસિનોર ૫૧-૫૧ મીમી, જેતપુર, દ્વારકા,વલ્લભીપુર અને ગઢડા 50-50 મીમી, કલોલ,વગર અને કપરાડા 49-49 મીમી ,માંગરોળ અને કુકરમુંડા ૪૮-૪૮ મીમી, બોરસદ,નસવાડી,નાંદોદ અને વાપી ૪૫-૪૫ મીમી,હાલોલ ૪૪ મીમી,જામ્બુસરઅને વઘઈ ૪૩-૪૩ મીમી,અમરેલી અને ઘોઘંબા ૪૨-૪૨ મીમી,ભેસાણ ૪૧ મીમી,માંડવી,શહેરા અને અંકલેશ્વર ૪૦-૪૦ મીમી વરસાદ નોંધાયો છે.

   આ ઉપરાંત કાલાવડ,લાલપુર,ભાણવડ અને વાસો ૩૯-૩૯ મીમી,મુન્દ્રા અને બાબરા ૩૮-૩૮ મીમી,ડભોઇ,વાઘોડિયા,મહુવા અને હાંસોટ ૩૭-૩૭ મીમી,કુતિયાણા અને જામ્બુઘોડા ૩૬-૩૬ મીમી,જામકન્ડોરના અને ગરબાડા ૩૫-૩૫ મીમી,ગોંડલ ૩૪ મીમી, ધાનપુર ૩૩ મીમી,કવાંટ અને સુબીર ૩૨-૩2 મીમી,જસદણ અને દાહોદ ૩૧-૩૧ મીમી વરસાદ નોંધાયો છે.

   આ ઉપરાંત રાજ્ય ના ૯૦ તાલુકાઓ માં ૧ મીમી થી લઇ ૨૯ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

(10:26 am IST)
  • અમારા ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની વધાઈ : ભારતના 74 મા સ્વાતંત્ર્ય દિવસે ઈઝરાઈલના પ્રાઈમ મિનિસ્ટર બેન્ઝામિન નેતન્યાહુએ શુભેચ્છા પાઠવી access_time 1:57 pm IST

  • નવી દિલ્હી ખાતે રાજ ઘાટ ઉપર બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરી રહેલા નરેન્દ્રભાઈ મોદી access_time 12:33 am IST

  • પંચમહાલ જિલ્લામાં વરસાદને કારણે પાવાગઢની પ્રાકૃતિક સુંદરતામાં વધારો: પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર અને ડુંગર વાદળોમાં ઢંકાયા:પાવાગઢ ડુંગર પર આવેલા તળાવોને પણ વાદળોએ ઘેરી લીધા access_time 12:49 pm IST