Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સિનિયર IPS કમલ કુમાર ઓઝાનેબઢતી : સરકારે બે મહિના માટે ડીજી બનાવ્યા : ઓક્ટોબરમાં નિવૃત્ત થશે

એડિશનલ ડીજી કમલ કુમાર ઓઝાને ડીજી તરીકે પ્રમોશન

ગાંધીનગર: રાજ્ય સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સિનિયર IPS એડિશનલ ડીજી કમલ કુમાર ઓઝાને ડીજીમાં બઢતી આપી છે.ડીજી કેકે ઓઝા આગામી ઓક્ટોબર મહિનામાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે. સરકારે તેમને બે મહિના માટે ડીજી બનાવ્યા છે.

74મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી એડિશનલ ડીજી કમલ કુમાર ઓઝાને ડીજી તરીકે બઢતી આપી છે. ગુજરાત સરકારે ગત મહિને 1986-87 બેંચના ત્રણ IPS અધિકારીઓને ડીજી તરીકે બઢતી આપી હતી. જેમાં પોલીસ સુધારણાના ડીજી વિનોદ મલ, લાંચ-રિશ્વત બ્યૂરોના ડાયરેક્ટર કેશવ કુમાર અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે

 અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને કમલ કુમાર ઓઝા બંને એક જ બેંચના સિનિયર IPS અધિકારી છે. પરંતુ સરકારે માત્ર 1987 બેંચના સંજય શ્રીવાસ્તવને જ ડીજી તરીકે બઢતી આપીને અમદાવાદ પોલીસ કમિશનર બનાવ્યા હતા. પરંતુ ગુજરાતના તત્કાલીન ડીજીપી શિવાનંદ ઝા નિવૃત્ત થતા તેમની જગ્યાએ 1987 બેંચના કમલ કુમાર ઓઝાને ડીજી તરીકે બઢતી આપી દીધી છે.

 ડીજી કમલ કુમાર ઓઝા આગામી ઓક્ટોબર મહિનામાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે. સરકારે તેમને ડીજી તરીકે બઢતી આપતા હવે તેઓ આગામી અઢી મહિના સુધી ડીજી તરીકે રહેશે.

(11:16 pm IST)