Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કેનપુર પ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓના મોત મામલે તંત્રની બેદરકારી બદલ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી

બાળકોના પરિવારને પાંચ લાખની સહાય આપવા માંગણી

મહિસાગરની કેનપુર પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માતમમાં ફેરવાઈ હતી. ધ્વજવંદન માટે ધ્વજની લોખંડની પાઈપ ઉભી કરવા જતાં કરંટ લાગવાથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.  આ અંગે કોંગ્રેસે સરકાર સમક્ષ માગ કરી બાળકોના પરિવારને પાંચ લાખની સહાય આપવાનું જણાવ્યું છે. તેમજ તંત્રની ગુનાહિત બેદરકારી બદલ યોગ્ય કાર્યવાહીની પણ માગ કરી છે.

મહિસાગરમાં વીજ કરંટથી બે વિદ્યાર્થીના મોત થયાં. ધ્વજવંદન માટે થાંભલો ઉંચો કરવા જતાં બંને વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો. અને ઘટના સ્થળે જ તેમના કરૂણ મોત નીપજ્યા હતા. સંતરામપુર તાલુકાની કેણપુર માધ્યમિક શાળાની આ ઘટના છે. બંને બાળકોના મૃતદેહને સંતરામપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને વિદ્યાર્થીઓ કેણપુર માધ્યમિક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરતા હતા.

(8:21 pm IST)