Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કપડવંજ તાલુકાના પાંખિયા-અંતિસર રોડ પરથી કારમાં લઇ જવાતો 1.11 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પોલીસે 1ની ધરપકડ કરી

કપડવંજ: તાલુકાના પાંખીયા-અંતિસર રોડ પરથી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની માહિતીના આધારે પોલીસે મલકાણા પાટીયા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન માર્ગ પરથી પસાર થતી એક મારૂતી કારને રોકી તેની તલાશી લેતાં તેમાંથી બિયરની કુલ ૭૪૪ નંગ બોટલો કિંમત રૂ.૧,૧૧,૬૦૦ ની મળી આવી હતી. જેથી પોલીસે ગાડીના ચાલક જશુભાઈ જશવંતભાઈ ચૌહાણ (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ રૂ.૬,૧૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર જશુભાઈ ચૌહાણ વિરૂધ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(4:19 pm IST)