Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ઓફિસને પોતાનું ઘર સમજી નિષ્ઠાથી કામ કરનાર ACP આકાશ પટેલને રાષ્ટ્રપતિ મેડલ

અમદાવાદઃ સ્વતંત્રતા દિવસે પોલીસ અધિકારી અને જવાનોને પોલીસ મેડલ એનાયત કરાશે. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ દળના કુલ 13 લોકોનો સમાવેશ થાય છે. જેમાંના ત્રણ પોલીસ અધિકારી અને કર્મચારી અમદાવાદમાં ફરજ બજાવે છે. ટ્રાફિક વિભાગના એસીપી આકાશ પટેલની વાત કરીએ તો તેઓએ પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એસીપી છે કે જેઓએ અમદાવાદમાં ચાલેલી ટ્રાફિક ઝુંબેશમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
15
મી ઓગષ્ટ 2019ના રોજ વિસિષ્ઠ સેવા અને પ્રશંસનિય સેવા અંગેના મેડલ એનાયત કરાશે.. એસીપી આકાશ પટેલની કારકિર્અદીની વાત કરીએ તો તેઓએ પીએસઆઇથી શરૂઆત કરી હતી. અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં તેઓ પીએસાઇ તરીકે ફરજ બજાવતા હતા.

સિવાય તેમણે આણંદ જિલ્લો, ઉમરેઠ, પેટલાદ અને સીઆઇડી ક્રાઇમ જેવી અનેક જગ્યાઓએ ફરજ બજાવી છે. આટલા વર્ષોની ફરજ દરમિયાન તેઓએ અનેક મોટી ચોરી તથા અનડિટેક્ટેડ મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો. જો કે તેમની કારકિર્દીમાં તેમણે અગત્યનું કામ અમદાવાદ શહેર માટે કર્યું હતું. તાજેતરમાં ચાલેલી ટ્રાફિક ઝુંબેશમાં તેઓએ સતત રોડ પર રહીને અમદાવાદને ટ્રાફિક મુક્ત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

એસીપી આકાશ પટેલ જણાવે છે કે નિષ્ઠાથી અને કામને તથા ઓફિસને પોતાનું ઘર સમજીને કામ કરવાથી તેઓ જે મેડલના હકદાર બન્ય છે. પોલીસ ફોર્સના તમામ લોકો રીતે મહેનત કરશે તો ચોક્કસથી રીતે તેઓ પણ ઇનામના હકદાર બની શકશે.

(12:31 pm IST)