Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડોદરામાં સસ્તું સોનુ આપવાનું કહી 72 લાખ પડાવી લેનાર સાત આરોપી પાસેથી બાપોદ પોલીસે 6.92 લાખ રિકવર કર્યા

વડોદરા: શહેરમાં ત્રણ કિલો સોનુ સસ્તામાં આપવાના બહાને ૭૨ લાખ રૃપિયા પડાવી લેવાના ગુનામાં સાતેય આરોપી પાસેથી બાપોદ પોલીસે ૬.૯૨ લાખ રૃપિયા રિકવર કર્યા છે.

આજવા ચોકડી પાસે ભાઇકાકા પાર્ટીપ્લોટની નજીક ત્રણકિલો સોનુ લેવા માટે ભરૃચના જવેલરને બોલાવી ઠગ ટોળકીએ તરકટ રચી ૭૨ લાખ રૃપિયા પડાવી લીધા હતાં. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. બાપોદ પોલીસે આ ગુનામાં અગાઉ આરોપી યોગેન્દ્રસિંહ ઉર્ફે દત્તુ જાદવને પકડી લઇ ૨૦.૩૪ લાખ રૃપિયા રોકડા કબજે લીધા હતા.

(5:20 pm IST)