Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અમદાવાદમાં પરણીતાને વોટસએપ પર બીભત્સ લખાણ અને વિડિઓ મોકલનાર સિક્યુરિટી ગાર્ડ ને ઝડપી લેવાયો

સોસાયટીના રજિસ્ટ્રેશનમાંથી પરિણીતાનો નંબર મેળવી ટુ કોલર એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ મેસેજ મોકલી પરેશાન કરતા આરોપીને સાયબર ક્રાઇમની ટીમે દબોચી લીધો

અમદાવાદ: 27 વર્ષીય પરિણીત યુવતીને ટ્રૂ કોલર એપ્લિકેશનની ચેટમાં ઈમોજી વાળો મેસેજ કરી બાદમાં વ્હોટ્સઅપ પર બીભત્સ લખાણો અને વીડિયો મોકલી હેરાન કરતા અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. સાયબર ક્રાઈમની ટીમે ટેકનીકલ એનાલિસિસ કરી આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો છે. Cyber Crime

અમદાવાદના ઈસ્કોન-આંબલી રોડ પાસે 27 વર્ષીય પરિણીતા તેના પતિ સહિત પરીવાર સાથે રહે છે. યુવતીનો પતિ કેમિકલ ડાઈની વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરી ચલાવી વેપાર કરે છે. થોડા દિવસ પહેલા યુવતીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ટ્રુ કોલર એપ્લિકેશનની ચેટમાં એક ઈમોજી વાળો મેસેજ આવ્યો હતો, પરંતુ યુવતીએ તેને નજર અંદાજ કર્યો હતો.

જો કે બાદમાં ટ્રુ કોલરની એપ્લિકેશનની ચેટમાં અશ્લીલ પ્રકારના વીડિયો તેમજ બિભત્સ ફોટા આવ્યા હતા. જેથી યુવતી મેસેજ કરનાને ઓળખતી ના હોવાથી કોઈ રિપ્લાય આપ્યો ન હતો. આમ છતાં આ અજાણ્યો શખ્સ યુવતીને વ્હોટ્સઅપ પર અવાર નવાર બિભત્સ વીડિયો અને ફોટા મોકલી ઓનલાઈન આવો દોસ્ત તેવુ લખાણ મોકલી હેરાન કરતો હતો.

 

આટલું જ નહીં મેસેજમાં ગુલાબ અને દિલ જેવા ઈમોજી મોકલીને, હાઉ આર યુ, ટ્રુ કોલર ક્યું બંધ કિયા ચાલુ કરોના પ્લીસ એવા મેસેજ કરતો હતો. શારીરીક સંબંધો બાંધતા અને પુરુષ તથા સ્ત્રીના બિભત્સ ફોટા અને વીડિયો મોકલી હેરાન કરતો હોવાથી યુવતીએ તેના પતિને આ ઘટનાની જાણ કરી હતી.

આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ટેકનીકલ એનાલીસીસ મેળવી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી ઓર્ચિડ રેસીડેન્સીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો પુષ્કરરામ આર્યા (ઉ.વ.38) હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમની ટીમે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથધરી હતી

આરોપીને પકડ્યા બાદ પૂછપરછ જાણવા મળ્યુ હતુ કે, ફરિયાદી યુવતી કોઈ કામ અર્થે સોસાયટીમાં આવી હતી, ત્યારે રજીસ્ટેશનમાં તેણે એન્ટ્રી કરી હોવાથી યુવતીનો નંબર આરોપીને મળી ગયો હતો. જે બાદ તેણે અવાર નવાર યુવતીને હેરાન કરવા માટે બિભત્સ વીડિયો મોકલતો હોવાનું કબુલાત કરી હતી.

(12:02 am IST)