Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમને કચડી મારવાનો પ્રયાસ કરનાર કુખ્યાત ચિકલીગર ગેંગની ઘાતક હથિયારો સાથે ધરપકડ

મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે

સુરત : ઘરફોડ ચોરી અને વાહનચોરીમાં સંડોવાયેલા કુખ્યાત ચીકલીગર ગેંગના સાગરિતોને ઝડપી પડાયા છે,સુરતના સણીયા કણદે ગામમાં ખેતરોમાં આવેલા ફાર્મહાઉસમાં લૂંટના ઈરાદે ઘાતક હથિયારો લઈ ફરી રહ્યા હોવાની બાતમી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જોકે જે સમયે પોલીસે આરોપીઓને પકડવા માટે ઉભી હતી, ત્યારે આરોપીઓએ પોલીસ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક પીએસઆઇ આબાદ બચી ગયા હતાં.

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીસપી આર આર સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુરત અને સુરતના આજુબાજુ વિસ્તારમાં ચીકલીગર ગેંગનો આતંક વધ્યો હતો, સુરત શહેરની આસપાસના વિસ્તારમાં ચોરી કરતી આ ગેંગ ફરી કોઈ ઘટનાને અંજામ આપવાની હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી કે સુરત અને આજુબાજુના વિસ્તારમાં ચોરી કરતી ગેંગ ચીકલીગર ગેંગ ફરી એક વખત સુરતમાં ચોરી કરવા આવી રહી છે તે માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી.

ત્યારે ચીકલીગર ગેંગ ચોરી કરેલી પીકઅપ વાન લઈને આવતા પોલીસે કારણે રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પિકવાન ચાલકે રીવર્સ લઈ ભાગવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસની એક સ્કરોપીયોને ટક્કર મારી હતી એટલું જ નહિ ડીસીબીના પીએસઆઈ અને પોલીસકર્મીને કાર ચઢાવી ઉડાવી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. સદ્દનશીબે પીએસઆઈ અને પોલીસકર્મીનો ચમત્કારિક બચાવ થયો હતો. પોલીસે બાદમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

પીએસઆઈ પી.એમ.વાળાએ ટોળકી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કર્યો છે. આરોપી અજયસીંગ ભુરાસીંગ ચીકલીગર, આઝાદસીંગ ચીલકીગર, અમ્રુતસીંગ ચીકલીગર, હરજીતીસીંગ ચીકલીગરને ઘાત હથિયારો સાથે ઝડપી પાડ્યા હતાં. ટોળકીની કબુલાતને આધારે ખટોદરા, સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ટોળકી પાસેથી મરચાની ભૂકીના પડીકા, છરા, ટોર્ચ, કાતરનું પાનું, મેન્ટલના પથ્થરો, લોખંડ અને સ્ટીલના સ્પેરપાર્ટસ તેમજ બોલેરો ગાડી મળી 2.70 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. ક્રાઇમબ્રાંચે જાતે ફરિયાદી બની ટોળકી સામે હત્યાની કોશિશ અને લૂંટ-ઘાડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે

(9:14 pm IST)