Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આલીમ ઇદ્રિશ સિવિલની સારવારથી અત્યંત પ્રભાવિત

અમારા ફૂલોને જીવની જેમ સાચવ્યા આ લોકોએ : માત્ર ૧૫ માસના કોરોનાગ્રસ્ત ટ્વિન્સ અબ્દુલ-ફાતિમાને સારવાર જ નહીં પરંતુ સૌનો અદ્ભુત પ્રેમ પણ મળ્યો છે

અમદાવાદ,તા.૧૫ : નાના બાળકને જરા-સરીખી ઇજા થાય તો મા-બાપનું હૈયું દ્રવી ઉઠે છે, ત્યાર આજે આપણે વાત કરવી છે; માત્ર ૧૫ માસના જોડિયા ભાઈ-બહેન અબ્દુલ અને ફાતિમાની ! આલીમ ઇદ્રિશના આ જોડિયા બાળકોને જયારે દેશમાં લોકડાઉન લાગુ થયું તે વેળાએ જ કોરોનનું ઇન્ફેક્શન લાગી ગયું. અમદાવાદના વટવાના ખ્વાજાનગરના રહીશ આલીમ ઈદ્રીશ ૨૨ એપ્રિલે તેમના બાળકોને કફ, શરદી અને શરીર ઉપર ચકામાં પડી ગયા હોવાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા. જયારે તેઓ હોસ્પિટલ આવ્યા ત્યારે આ બાળકોની સ્થિતિ નાજુક હતી,

       ડોક્ટરોએ તેમને ઓક્સિજન ઉપર રાખવાની સલાહ આપી. આ સમય અમારા માટે ખુબ જ કપરો કાળ હતો, બાળકોની આ હાલત જોઈને હું અને મારી પત્ની સુનમુન બની ગયા', તેવું આલીમ જણાવે છે. મારા હાથમાં  ૧૫ મહિનાની ફાતિમા હતી અને અબ્દુલને તેની માટે તેડ્યો હતો. પરંતુ અહીં ડોક્ટરોએ તુરત જ સારવાર શરુ કરી. ધીરે-ધીરે બાળકોની સ્થિતિ સુધાવા લાગી. અહીં અમારા બાળકોને રોજ નવા બેબી સોપ્સ, ટોવેલ, જરૂરી તેલ અને ફૂડ કીટ્સ આપવમાં આવી. અમારા બાળકોની સંભાળ માટે દિવસમાં ત્રણ વખત ડોક્ટરો તેમની મુલાકાતે  આવતા અને અમને માનસિક અને સંવેદનાત્મક  સધિયારો આપતા. અહીંના ડોક્ટરો અને સ્ટાફે અમને હંમેશા સહયોગ આપ્યો છે.

અમારા બાળકોને મળેલી ઉત્તમ સારવાર, ર્નસિંગ સ્ટાફના સહાનુભૂતિ પૂર્વકની સેવાસુશ્રુષા ને કારણે જ અમે સિવિલ હોસ્પિટલના અત્યંત આભારી છીએ, તેવું આભારની લાગણી સાથે આલીમ ઈદ્રીશ જણાવે છે. પિતા-પુત્રની જોડી, બંને કોરોનગ્રસ્ત અને બંને સિવિલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલ કોવિડ કેર હોસ્પિટલમાં દાખલ ! પરંતુ જયારે ૨૩ એપ્રિલના રોજ આ બંને સાજા થઈને ઘરે ગયા ત્યારબાદથી તેઓ હોસ્પિટલના વખાણ કરતા થાકતા નથી.

(9:44 pm IST)