Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ખેડા જિલ્લામાં આરએસએસ દ્વારા કીટ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવતા હજારો લોકોને થશે મદદ

નડિયાદ: શહેરમાં શ્રી માધવ સેવા ટ્રસ્ટ તથા ખેડા જિલ્લાના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે કોરોનાની વૈશ્વિક મહામારી સમયે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા છેવાડાના માનવીને સહાયરૂપ થવાની પરંપરા જાળવી રાખી  છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસની સંકટની ઘડીમાં સમાજના અગ્રણીઓ, સેવકો, ઉદ્યોગપતિઓ, દાનવીરો વગેરેના સહકારથી સંઘ પ્રેરણાને અનુસરીને જરૂરિયાતમંદોને અનાજ-કરિયાણાની કીટ પહોંચાડવાનો સેવાયજ્ઞા ખેડા જિલ્લાના રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે હાથ ધર્યો છે

જિલ્લાના સંઘે વિવિધ દસ તાલુકાઓના ગામડાઓમાં છેલ્લાં ઘણાં દિવસોથી એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમાં જેમની પાસે રેશનકાર્ડ નથી, અન્ય મદદો પહોંચી શકે તેમ નથી, અને રોજ કમાઇને રોજ ખાતા હોય તેવી પરિસ્થિતિમાં જીવનાર પરિવારોની રૂબરૂ તપાસ કરીને એક યાદી તૈયાર કરવામાં આવી છે. અને જેમાં જિલ્લાના ૪૦૦૦ જરૂરિયાતમંદોને માટે ઘર ચલાવવા અનાજ કરિયાણાની સહાય પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

(5:54 pm IST)