Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડાલીમાં લોકડાઉનના નિયમોનું કડક પાલન કરાવવા તંત્રએ કમર કસી:ગેરેજની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા દુકાન સીલ કરવામાં આવી

વડાલી:લોકડાઉનના નિયમોનું કડક અમલ કરવા તંત્ર કમર કસી રહ્યું છે ત્યારે વડાલી શહેરમાં નગરપાલિકા ટીમો બનાવીને આજે તપાસ હાથ ધહી હતી જેમાં એક ગેરેજની દુકાનમાં સોશિયલ ડિસ્ન્ટન્સીંગ જળવાતા સીલ કરી દીધી હતી. ઉપરાંત માસ્ક પહેર્યા વગર ફરતા ૨૩ લોકો પાસેથી રૂપિયા ૪૬૦૦નો દંડ વસૂલ કર્યો હતો.

હાલમાં લોકડાઉન - ત્રણ અંતિમ ચરણમાં છે. સવારે ૧૧ વાગ્યાના સુમારે વડાલી પ્રાંત અધિકારી મીતાબેન ડોડિયામામલતદાર ગીરધરભાઇ પટેલ તેમજ વડાલી નગરપાલિકા ચીફ ઓફિસર ડી. એસ. પટણી પાલિકાની ટીમ લઇ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડાલી નગરમાં સવારે થી દરમ્યાન તમામ બજારો ખુલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ પ્રાંત અધિકારી દ્વારા અમુક શરતોને આધીન બજારો ખુલ્લા રાખવા માટે વ્યાપારીઓને જણાવવામાં આવ્યું હતું જેમાં માસ્ક પહેરવો સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવું જેવી બાબતોનો સમાવેશ થતો હતો.

(5:53 pm IST)