Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અરવલ્લી જિલ્લામાં લોકોએ લોકડાઉનનો કડક અમલ કરીને એકસાથે કોરોનાને હરાવ્યો

અરવલ્લી:જિલ્લામાં કોરોના વાઇરસને લઈ લોકો ભયભીત બન્યા છે.અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોનો આંકડો ૭૯ પહોંચ્યો હતો.ત્યારે મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં ગુરૃવારના રોજ ૨૨ દર્દીઓ સાજા થતાં તેઓને તાળીઓ વગાડી સન્માનીત કરી રજા અપાઈ હતી.જેમાં મોડાસા-૧૦,ભિલોડા-૧૧ અને મેઘરજ- કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં સ્વગૃહે પરત મોકલાયા હતા.

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારીને લઈ લોકો ફફડી ઉઠયા છે અને વાયરસના સંક્રમણથી બચવા માટે  પ્રયત્નો કરી રહયા છે. જયારે અરવલ્લી જિલ્લામાં એકાએક કોરોનાના કેસોમાં વધારો નોંધાતા પોઝીટીવ કેસોનો આંક ૭૯ પહોંચ્યો હતો.કોરોના ગ્રસ્ત દર્દીઓને જિલ્લામાં આવેલ કોવિડ-૧૯ હોસ્પિટલ વાત્રક અને મોડાસા ખાતે સારવાર હેઠળ દાખલ કરાયા છે.  સઘન સારવાર બાદ શનિવારના રોજ મોડાસાની કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી ૨૨ દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી. જેમાં મોડાસાના ૧૦ભિલોડાના ૧૧ અને મેઘરજના કોરોના ગ્રસ્ત દર્દીને હોસ્પિટલના સ્ટાફે તાળીઓ વગાડી સન્માનીત કરી તેઓને પોતાના સ્વગૃહે પરત મોકલ્યા હતા.આમ એકસાથે ૨૨ દર્દીઓ કોરોના જેવા રોગમાંથી મુક્ત બન્યા હતાં.

(5:51 pm IST)