Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આઇપીએસ રાજુ ભાર્ગવનું ગુજરાત પરત આગમન અનિશ્ચીતતા તરફ ધકેલાયું

૧૯૯૫ બેચના એડીશ્નલ ડીજીપી કક્ષાના અધિકારીનો ડેપ્યુટેશન પીરીયડ લંબાવવાના એંધાણ

રાજકોટ, તા., ૧પઃ કેન્દ્રીય ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ૧૯૯૫ બેચના સિનીયર આઇપીએસ અને ૧૯૯૬ બેચના આઇજી કક્ષાના પ્રફુલ રોશન તેઓનો ડેપ્યુટેશન પીરીયડ પુર્ણ થતો હોવાથી ગુજરાત પરત આવી રહયાની ચર્ચા વચ્ચે રાજુ ભાર્ગવ ગુજરાત હાલ તૂર્ત પરત આવવાના બદલે કેન્દ્રીય ડેપ્યુટેશન ચાલુ રહે તેવા ચિન્હો દ્રષ્ટિગોચર થઇ રહયા છે.

અત્રે એ યાદ રહે કે સુરતના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટની બેચના રાજુ ભાર્ગવ હાલ દિલ્હીમાં સીઆરપીએફમાં  સેવા આપી રહયા છે. તેઓનો ડેપ્યુટેશન પીરીયડ આમ તો લાંબા સમયથી પૂર્ણ થયેલ છે.

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજુ ભાર્ગવને હાલ તૂર્ત રીલીવ કરવાના બદલે તેઓનો ડેપ્યુટેશન પીરીયડ વધુ ત્રણ માસ લંબાઇ તેવી તજવીજ ચાલી રહી છે આમ રાજુ ભાર્ગવનું આગમન અનિશ્ચીત બન્યું છે.

નવાઇની વાત એ છે કે કેન્દ્ર દ્વારા કોરોનાકાળ દરમિયાન પણ આઇએએસ અધિકારીઓની બઢતીના હુકમો નિકળી રહયા છે, જયારે બીજી તરફ ગુજરાતના ૧૩ એસપીઓના બઢતી હુકમોને સજ્જડ બ્રેક લાગી છે.

(12:09 pm IST)