Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

અમદાવાદમાં પાકથી આવેલા શરણાર્થીઓની દયનીય સ્થિતિ

દિવસમાં એક જ વાર જમવાનું મળે છે : જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમે કેટલાક દિવસો માટે ક્વોરનટાઈન કરાયા હતા, બે વખત ભોજન મળતું હતું

અમદાવાદ, તા. ૧૪ : દેશમાં કોરોના વાયરસના કેસોને જોતા ત્રીજા તબક્કામાં ૧૭ મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. પરિણામે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ગરીબો પાસે અન્ન ખૂટી પડ્યું છે અને મદદમાં મળતા ફૂડ પેકેટ્સ કે રાશન પણ માંડ મળી રહ્યા છે. એવામાં તેઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. આવી જ સ્થિતિ પાકિસ્તાનથી અમદાવાદમાં આવોલા હિન્દુ શરણાર્થીઓની બની છે. મંસારામ મકવાણા પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાંથી પોતાની પત્ની અને બે બાળકો સાથે લોકડાઉનના ચાર દિવસ પહેલા અમદાવાદમાં આવ્યા હતા. તે હાલમાં યાત્રાના વિઝા પર અહીં છે અને તેણે ભારતમાં શરણ લેવા  લાંબા સમયના વિઝા માટે એપ્લાય કર્યું છે. દેશભરના લોકડાઉનના કારણે મકવાણા પાસે પૈસા કે ખોરાક કશું નથી. આ વિશે વાત કરતા મંસારામ કહે છે, જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમે કેટલાક દિવસો માટે ક્વોરન્ટાઈન કરાયા હતા અને દિવસમાં બે વખત ભોજન મળતું  હતું.

            જોકે લોકડાઉનના ત્રીજા તબક્કા બાદથી અમને દિવસમાં માત્ર એક જ વાર ભોજન મળે છે. આવી જ સ્થિતિ પાકિસ્તાનથી આવોલા ૫૨ અન્ય હિન્દુ શરણાર્થીઓની છે, જે લોકડાઉનના થોડા સમય પહેલા જ અમદાવાદમાં આવ્યા હતા. જબરજસ્તી ઈસ્લામ ધર્મ અંગીકારથી બચવા પાકિસ્તાન છોડીને આવેલો મંસારામ કહે છે કે, હું જીવન નિર્વાહ માટે દરજી કામ કરવા ઈચ્છતો હતો, પરંતુલોકડાઉનના કારણે ન કરી શક્યો. અમદાવાદ જિલ્લા કલેક્ટરે કે. કે. નિરાલાએ કહ્યું, એએમસી વિસ્તારોમાં લોકડાઉનના કારણે ખોરાક પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. તેમને વધારે ખોરાક મળી રહે તેની અમે ખાતરી કરીશું. ક્લેક્ટર નિરાલાએ આગળ કહ્યું, અમે અન્ન બ્રહ્મા સ્કીમ હેઠળ તેમને અનાજ આપીશું.

(9:39 pm IST)