Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ગાંધીનગર એસઓજીએ શેરથા અને રણાસણમાં દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડી 245 લિટરનો જથ્થો જપ્ત કર્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે શેરથામાં કસ્તુરીનગર ખાતે દરોડો પાડી દેશી દારૃ ગાળવાનો ૧ર૦૦ લીટર વોશ તેમજ રણાસણમાં પણ ભઠ્ઠી ઉપર દરોડો પાડી ર૪પ લીટર દેશી દારૃ અને રર૦૦ લીટર દારૃ ગાળવાનો વોશ કબ્જે કર્યો હતો. આ સંદર્ભે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધાયો હતો. રાજયના પાટનગર ેગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે અને જિલ્લામાં સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી પણ બાતમીદારોને સક્રિય કરી દારૃ પકડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર એસઓજી પીઆઈ પરેશ સોલંકી દ્વારા પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી દારૃના કેસો કરવા માટે સુચના આપવામાં આવી હતી જે અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેરથામાં કસ્તુરીનગર ખાતે ધુળીબેન મોહનજી ઠાકોરને ત્યાં દરોડો પાડી છ પીપમાંથી દેશી દારૃ ગાળવાનો વોશ ૧ર૦૦ લીટર પકડી પાડયો હતો.

 

 

(4:39 pm IST)