Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આડા સંબંધના વહેમમાં મહેમદાવાદના સાદરામાં ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળ્યું

મહેમદાવાદ: પંથકમાં આડા સંબધના વ્હેમમાં ભત્રીજાએ પોતાના કૌટુંબિક કાકાની હત્યા કરતા ચકચાર જાગી છે.આવેશમાં આવેલા ભત્રીજાએ પોતાના કાકા ઉપર લોખંડના છરા અને ચપ્પાથી ગુપ્તાંગ પર મારી મોત નીપજાવ્યું હતું. આ બનાવ બાદ આરોપી જાતે પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. તાલુકાના સાદરા ગામે હર્ષદ ઉર્ફે લોટીયો પ્રભાત ગોહેલ રહે છે. તે પોતે મજૂરી કામ કરે છે આમ તો હર્ષદ ઉર્ફે લોટીયાનુ મળુ વતન ખેડાના પરસાંતજ ગામ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તે સાદરા ગામે રહેતો હતો. તેની પત્ની ગીતાને પોતાના કૌટુંબિક કાકા ઉદેસિહ ઉર્ફે ટીના જવાનસિંહ ગોહેલ (ઉં.વ.૩૫) સાથે આડા સંબંધ હોવાની વાત હર્ષદ ઉર્ફે લોટીયાને માલુમ પડી હતી. આ ખોટા વ્હેમ બાબતે શંકા રાખી હર્ષદ ઉર્ફે લોટીયાએ ઉદેસિંહ ઉર્ફે ટીના સાથે ગત્ રોજ સમી સાંજે ઝઘડો કર્યો હતો.

 

 

(4:38 pm IST)