Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

બે મહિલા ની લડાઇઃ એકનાં પતિએ બીજી મહિલાનાં દ્યરમાં દ્યૂસીને છેડતી કરી

પાણી ઢોળવા બાબતે પડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો

 રાજકોટ, તા.૧૫: અમદાવાદના  નરોડા વિસ્તારમાં મહિલાના ફ્લેટની સામે રહેતા યુવકે મહિલાનાં દ્યરમાં દ્યૂસીને તેની છેડતી કરી હતી. મહિલાએ હોબાળો મચાવતા આસપાસના લોકો ભેગા થયા હતા.આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

નરોડામાં રહેતી કામિનીબેનને તેમની સામેના ફ્લેટમાં રહેતાં મહિલા સાથે પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઈ હતી. જેની અદાવતને ધ્યાનમાં રાખીને મહિલાનો પતિ નિમેશ પટેલ સાવરે કામિનીબેનનાં દ્યરે આવ્યો હતો અને દરવાજો ખોલવાનું જણાવ્યું હતું.

કામિનીબેને દરવાજો ખોલતાંજ નિમેશભાઈ દ્યરમાં દ્યૂસીને મારી પત્નીને પાણી માટે કેમ બોલે છે તેમ બોલાચાલી કરવા લાગ્યો હતો અને કામિનીબેનને એકલાં જોઈને તેમની સાથે અડપલાં કર્યાં હતાં. ત્યારબાદ કામિનીબેને બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા હતા. અને નિમેશને બહાર કાઢ્યો હતો. તે દરમિયાન કામિનીબેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. અને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(2:37 pm IST)