Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પાટીદાર આંદોલનઃ પંચ સમક્ષ વધુ બે સોગંદનામા રજૂ

ભાજપના અધ્યક્ષ વાઘાણીના ઇશારે પોલીસે પાટીદારો ઉપર લાઠીચાર્જ કરાવ્યાની ગંભીર રજૂઆતઃ જીતુભાઇ વાઘાણી વિરૂધ્ધ સોગંદનામુ રજુ કરતા કેયૂર મોરડિયાઃ વાઘાણી - બોટાદ એસ.પી. સામે એફઆઇઆર નોંધાવા પાસની રજૂઆત

રાજકોટ તા. ૧૫ : પાટીદાર આંદોલનમાં પોલીસ દમનની તપાસ કરવા રચાયેલા જસ્ટિસ કે. જે. પૂંજ તપાસ પંચે સુનવણી શરૂ કરી છે. સોમવારે વધુ બે સોગંદનામાં પંચ સમક્ષ રજૂ કરાયાં હતા. જેમાં બોટાદના એસપી તથા અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ઘ ફરિયાદ કરાઈ હતી. જયારે ભાવનગરના કેયુર મોરડિયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વિરુદ્ઘ સોગંદનામું રજૂ કર્યું હતું.

આવનારા સમયમાં હજુ બીજાં શહેરોના અને જિલ્લામાં શ્નપાસલૃના નેતાઓ સાથે ચર્ચા કરીને પંચ મસક્ષ સોગંદનામું રજૂ કરવામાં આવશે, તેમ દિલીપ સાબવાએ કહ્યું હતું.

અનામત આંદોલન વખતે ભાવનગર અને બોટાદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે પોલીસે પાટીદાર યુવાનો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બોટાદ પોલીસ અધિક્ષક સરોજ કુમારી, ભાવનગર પોલીસ અને વાઘાણી સામે એફઆઈઆર દાખલ કરવા પાસના આગેવાનોએ જસ્ટિસ કે.એ.પૂજ તપાસ પંચ સમક્ષ સોંગદનામુ રજૂ કર્યુ છે.

પાટીદારો ઉપર થયેલા પોલીસ અત્યાચારના બનાવોની તપાસ કરી રહેલા પંચ સમક્ષ સોમવારે બોટાદથી પાસના દિલિપ સાબવા સહિતના આગેવાનોએ રજૂઆતો કરી હતી. અનામત આંદોલન વખતે ઓગસ્ટ ૨૦૧૫ અને ત્યારપછીના ઘટનાક્રમમાં ભાવનગર અને બોટાદમાં પાટીદાર સમાજની બહેન દિકરીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓને પોલીસ ખોટી કનડગત ઊભી કરી રહી છે. તેમ કહેતા સાબવાએ જણાવ્યુ કે, આંદોલન વખતે ભાજપના પ્રમુખ વાઘાણીના ઈશારે લાઠીચાર્જ થયો હતો.

અમે વારંવાર રજૂઆતો કર્યા પછી પોલીસ માત્ર લખાણપટ્ટી જ કરી છે. પંચ સમક્ષ ભાવનગરના કેયુર મોરડીયા, બોટાદના પ્રદિપ હરિપરાએ સોંગદનામા ઉપર ભાજપ પ્રમુખ, બોટાદ એસપી સહિતના પોલીસ અધિકારીઓ સામે એકશન લેવા જસ્ટીસ પૂજ તપાસ પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.(૨૧.૧૩)

(11:44 am IST)