Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2024

ગરમીનો પ્રથમ રાઉન્‍ડ : આવતા સપ્‍તાહે પારો ૪૦ ડીગ્રીને વટાવશે

ઠંડીના દિવસો પુરા, હવે આકરા તાપ- ગરમી માટે તૈયાર રહેજો : રવિ-સોમ પારો ૩૬ થી ૩૮ ડીગ્રીની વચ્‍ચે તો તા. ૧૯ થી રર માર્ચ તાપમાન ૩૮ થી ૪૦ ડીગ્રીએ પહોંચી જશે, અમુક સેન્‍ટરોમાં પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે : વેધર એનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા. ૧પ થી રર માર્ચ સુધીની આગાહી

રાજકોટ : ઠંડીના દિવસો હવે પુરા થયા છે. આકરાર તાપ સાથે ગરમીનો પ્રથમ રાઉન્‍ડ આવી રહ્ય છે. આવતા સપ્તાહમાં ગરમીનો પારો ૩૮ થી ૪૦ ડીગ્રીએ પહોંચી જશે તો અમુક સેન્‍ટરોમાં તો પારો ૪૦ ડીગ્રીને પણ વટાવી જશે તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ તાપમાન બે ડીગ્રી ઘટશે તે અનુસંધાને ગઇકાલે મહતમ તાપમાન અમદાવાદ ૩૪.પ, રાજકોટ ૩૪.૩, ડીસા ૩૪.૩, ભૂજ ૩૪.પ આ બધા નોર્મલથી એક ડીગ્રી નીચા હતા. અમરેલી ૩૪, વડોદરા ૩૪.ર આ નોર્મલ થી બે ડીગ્રી નીચા હતા. એટલે હાલમાં નોર્મલ મહતમ તાપમાનની રેન્‍જ હવે ૩પ થી ૩૬ ડીગ્રી ગણાય.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્‍ટ્ર-કચ્‍છ- ગુજરાત માટે તા. ૧પ થી રર માર્ચ સુધીની આગાહી કરતા જણાવેલ કે આ આગાહી સમયમાં પવન મુખ્‍યતવે, પヘમિ, ઉત્તર પヘમિ અને ઉત્તર દિશાના ફુંકાશે. તેમ છતાં દિવસ દરમ્‍યાન અમુક સમયે તેમજ અલગ-અલગ લોકેશનમાં પવનની દિશા ફર્યે રાખશે. નોર્મલ ૮ થી ૧પ કિ.મી.ની ઝડપે ફુ઼ંકાશે રાત્રીના સમયે પવનની ઝડપ ૩૦ કિ.મી. ની ઝડપે પહોંચી જશે.

તા. ૧૭,૧૮ માર્ચ દરમ્‍યાન મહતમ તાપમાનની રેન્‍જ ૩૬ થી ૩૮ ડીગ્રીની શકયતા છે. ત્‍યારબાદ તા. ૧૯ થી રર માર્ચમાં ગરમીમાં વધારો જોવા મળશે. જેની રેન્‍જ ૩૮ થી ૪૦ ડીગ્રીએ પહોંચી જશે અને અમુક સેનટરોમાં તાપમાન ૪૦ ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે.

(4:22 pm IST)