Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સાવલીના ટુંડાવમાં કંપનીનો કેમિકલ ભાડોલમાં ઠાલવવાના પ્રકરણમાં બે શખ્સોની વધુ ધરપકડ કરવામાં આવી

સાવલી: તાલુકાના ટુંડાવ ગામની સચિનાનંદન મીનરલ કંપનીનો કેમિકલ વેસ્ટ નાની ભાડોલ ગામે ઠાલવવાના કૌભાંડમાં ગોરવા વિસ્તારમાં રહેતા વધુ બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.

 સાવલી તાલુકાના નાની ભાડોલ ગામે રમેશ દેવજીભાઇ પરમારની માલિકીની સ્મશાન પાસેની જમીનમાં તા.૨૪ ફેબુ્રઆરીના રોજ ઠલવાતો કેમિકલ વેસ્ટ  જીપીસીબીએ ઝડપી પાડી ૩૮ બેટલો કબજે કર્યા બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જમીન માલિક રમેશ દેવજીભાઇ પરમારની ધરપકડ કરી હતી.  આ કેસની તપાસ જિલ્લા એસઓજીને સોપાયા બાદ  કંપનીનું કેમિકલ ઠાલવનાર સગીર આલમ કમરુલહસન પઠાણ (રહે.રોઝીઝ ગાર્ડન નજીક, સરસ્વતી નગર, નવાયાર્ડ)ની ધરપકડ કરી હતી. 

(5:40 pm IST)