Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ રેશ્મા પટેલે કહ્યું હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંટણીનો પ્રચાર કરીશ

ભવિષ્યમાં તે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવા અણસાર!!

અમદાવાદ :પાટીદાર અનામત અંદોલન છોડ્યા બાદ  ભાજપમાં જોડાયેલ રેશમાં પટેલ હવે ભાજપ સાથ છોડી દીધો છે. રેશમા પટેલે જણાવ્યું કે મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું

 બીજીતરફ હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ રેશમાં પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે રેશમા પટેલ જણાવ્યુ હતું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંઠણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ. જો કે, રેશમાં પટેલના આ નિવદનથી કહી શકાય કે ભવિષ્યમાં તે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવા અણસાર દેખાઇ રહ્યાં છે.

(2:11 pm IST)
  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • સ્વાઇન ફલૂથી જુનાગઢ પંથકના વૃધ્ધાનું મોતઃ રાજકોટમાં કુલ મૃત્યુઆંક ૮૫ : શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂથી વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. જુનાગઢ પંથકના ૬૦ વર્ષના વૃધ્ધાએ લેન્ડમાર્ક હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમનો રિપોર્ટ પોઝિટીવ હતો. આ સાથે કુલ મૃત્યુઆંક ૮૫ થયો છે access_time 3:32 pm IST

  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST