Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સેરેબ્રલ પાલ્સીની બીમારીથી પિડાતી 22 વર્ષની દિકરીને ઇચ્છામૃત્યુની મંજૂરી અપાવવા માતા -પિતા હોઇકોર્ટ પહોંચ્યા

અમદાવાદનોપ્રથમ કિસ્સો : હાઇકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માંગ્યો

અમદાવાદ :સેરેબ્રલ પાલ્સી નામની બીમારીથી પિડાતી પથારી વશ દીકરીને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપવા માટે માતા-પિતાએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે  સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અસાધ્ય બીમારીથી પીડાતા તેમજ સાજા થઇ શકવાની કોઈ સંભાવના ન હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓમાં ઈચ્છા મૃત્યુ માટે કોર્ટ પરવાનગી આપી શકે, સુપ્રીમના આ નિર્ણય બાદ અમદાવાદનો આ પ્રથમ કિસ્સો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. જેને લઈને હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યુ કરીને જવાબ માંગ્યો છે 

  અમદાવાદના દેવેન્દ્રભાઈ રાજગોર કે જેઓ વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. અને પલક રાજગોર કે જેઓ ગૃહિણી છે. તેમના દ્વારા હાઈકોર્ટમાં પોતાની બીમાર દિકરીને ઈચ્છામૃત્યુ આપવા માટે અરજી દાખલ કરી છે. વૈદેહી નામની 22 વર્ષીય યુવતીની સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, તે પોતાનું એક પણ કાર્ય જાતે નથી કરી શકતી જેને લઈને રોજે-રોજ દર્દથી દીકરીને કણસતી જોવી દેવેન્દ્રભાઈ અને પલકબેન માટે અસહ્ય બની રહ્યું છે. લાખો રૂપિયા ખર્ચીને પણ પરિવાર પોતાની દીકરીને સાજી ના કરી શક્યો.

  દીકરીની સારવાર માટે 10થી12 વર્ષ સુધી ફિઝિયોથેરાપીની સારવાર બાદ 2 મોટા ઓપરેશન બાદ પણ દિવસેને દિવસે સ્થિતિ સુધારવાને બદલે વણસી રહી હોવાથી આખરેમાં બાપે પોતાના બાદ દીકરીનું કોણ એમ વિચારી હાઈકોર્ટ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી છે તો સાથે જ દીકરીની સ્થિતિ જોઇને દેવેન્દ્રભાઈ પોતે પણ 3 વખત બિમાર થઇ ચુક્યા છે. સાથે જ દીકરીની સંભાળ પાછળ માં-બાપ સહીત પરિવારજનો પણ સમાજથી અળગા પડી ગયા છે.

 

(11:25 pm IST)
  • કાલથી ગરમીમાં ઉછાળો આવશે : કાલથી ગરમીમાં ક્રમશઃ વધારો થતો જશે : સોમ-મંગળ તાપમાન ૩૬ ડિગ્રીને પાર કરી જશેઃ તા.૨૦-૨૧ ફરી આંશિક ઘટશે : તા.૧૬થી ૧૯મીના સાંજ સુધી ભેજનું પ્રમાણ ઓછુ રહેશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહી access_time 3:51 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST